Western Times News

Gujarati News

દુનિયાના સૌથી ભ્રષ્ટ દેશોની યાદીમાં ભારત ૯૬મા ક્રમે

નવી દિલ્હી, ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલે ૧૧ ફેબ્›આરીએ ૧૮૦ દેશોનો ભ્રષ્ટાચારનો રિપોર્ટ જાહેર કર્યાે. ભારતની રેન્કિંગમાં ઘટાડો થયો છે. ૨૦૨૪ની યાદીમાં તે ૩ સ્થાન ઘટીને ૯૬માં નંબર પર આવી ગયો છે.

૨૦૨૩માં ભારત ૯૩માં નંબરે હતું. મતલબ કે અહીં ભ્રષ્ટાચાર વધ્યો છે.પાડોશી દેશ ચીન ૭૬માં નંબર પર છે. ૨ વર્ષથી તેના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી. સાથે જ પાકિસ્તાનમાં પણ ભ્રષ્ટાચાર પણ વધ્યો છે. તે ૧૩૩મા સ્થાનેથી ૧૩૫મા સ્થાને આવી ગયો છે.

શ્રીલંકા ૧૨૧મા અને બાંગ્લાદેશ ૧૪૯મા ક્રમે છે.ડેનમાર્ક નંબર વન પર યથાવત છે. ત્યાં ઓછામાં ઓછો ભ્રષ્ટાચાર છે. ફિનલેન્ડ બીજા સ્થાને અને સિંગાપુર ત્રીજા સ્થાને છે.

જ્યારે દક્ષિણ સુદાન (૧૮૦) સૌથી ભ્રષ્ટ દેશ છે. જાહેર કરાયેલા રેન્કિંગમાં નંબર ૧ પરનો દેશ સૌથી ઓછો ભ્રષ્ટાચાર ધરાવે છે અને ૧૮૦માં નંબર પરનો દેશ સૌથી વધુ ભ્રષ્ટાચાર ધરાવે છે.મંગળવારે જાહેર કરાયેલા રિપોર્ટમાં ભારતનો સ્કોર ૩૮ રાખવામાં આવ્યો છે.

આ સ્કોર ૨૦૨૩માં ૩૯ અને ૨૦૨૨માં ૪૦ હતો. માત્ર એક નંબરના ઘટાડાને કારણે ભારત ૩ સ્થાન નીચે આવી ગયું છે. વર્ષાેથી વૈશ્વિક સરેરાશ ૪૩ રહી છે.

જ્યારે બે તૃતીયાંશથી વધુ દેશોએ ૫૦થી નીચેનો સ્કોર કર્યાે છે.ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલે કરપ્શન પરસેપ્શન ઈન્ડેક્સ૨૦૨૪ ની રેન્કિંગ જાહેર કરી છે.

રેન્કિંગ બનાવવા માટે સીપીઆઈ જાહેર ક્ષેત્રમાં ભ્રષ્ટાચારના કથિત સ્તરના આધારે ૧૮૦ દેશો અને પ્રદેશોને રેન્કિંગ આપે છે, જે દેશોને ૦ અને ૧૦૦ ની વચ્ચેનો સ્કોર આપે છે. રેન્કિંગમાં વધુ પોઈન્ટ મેળવનારા દેશો ઓછા ભ્રષ્ટાચારી ગણાય છે, જ્યારે શૂન્ય ગુણ મેળવનારા દેશો સૌથી વધુ ભ્રષ્ટ ગણાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.