ભારતની સેનાએ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર એટેક

(એજન્સી)લાહોર, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત કાર્યવાહી કરી. ત્યાર બાદ પાકિસ્તાને ભારતના ૧૫ શહેરો પર હુમલાની કોશિશ કરી, પણ ભારતની જી-૪૦૦ વાયુ રક્ષા પ્રણાલીએ આ હુમલાને નિષ્ફળ કરી દીધા.
રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર ડ્રોનથી હુમલો થયો છે. આ સ્ટેડિયમમાં આજે રાત્રે ૮ વાગ્યે પાકિસ્તાન સુપર લીગની મેચ રમાવાની હતી, જેને પેશાવર અને કરાચીની ટીમે આમને સામને રમવાની હતી. રાવલપિંડીમાં આવેલા સ્ટેડિયમ પર પાકિસ્તાન સુપર લીગની બાકી મેચ કરાચીમાં શિફ્ટ કરી દીધી છે.
બુધવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં આયોજીત પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એક ઈમરજન્સી બેઠક દરમ્યાન આ નિર્ણયને અંતિમ રૂપ આપવામાં આવ્યું. તેમાં પીએસએલમાં સામેલ ટીમોના માલિકો અને એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
૭ અને ૮ મેની વચ્ચે રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલ દ્વારા અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલૌદી, ઉત્તરલાઈ અને ભુજ સહિત ઉત્તરી અને પશ્ચિમી ભારતમાં કેટલાય સ્થળો પર ટાર્ગેટ બનાવ્યો હતો. આ હુમલામાં ફરી એક વાર ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.