Western Times News

Gujarati News

“નમક હો ટાટા કા, ટાટા નમક”-ટાટા સોલ્ટે 11 ફિલ્મોની સિરીઝ લોન્ચ કરી

જે ગ્રાહકના રોજબરોજના જીવનમાં સિગ્નેચર ટ્યૂનને વિવિધ સ્થિતિઓ અને મૂડ્સમાં રજૂ કરીને તેના મહત્વને દર્શાવે છે

મુંબઈ, ભારતના બ્રાન્ડેડ આયોડાઇઝ્ડ સોલ્ટ સેગમેન્ટમાં અગ્રણી અને માર્કેટ લીડર ટાટા સોલ્ટે એક અનોખું કેમ્પેઇન લોન્ચ કર્યું છે જે તેની આઈકોનિક જિંગલ નમક હો ટાટા કા, ટાટા નમક” માં નવા પ્રાણ પૂરે છે. આ મલ્ટી-એસેટ કેમ્પેઇન દેશ કા નમક’ સ્વરૂપે બ્રાન્ડની સર્વવ્યાપકતાની ઊજવણી કરે છે જે યુવાનોમાં ગૂંજે છે અને ભારતની રગેરગને પણ પકડે છે. તે જિંગલને તેની ટાઇમલેસ સિગ્નેચર ટ્યૂન જાળવી રાખતાં બિલકુલ નવા વળાંક સાથે નવી દ્રષ્ટિ પૂરી પાડે છે.

નમક હો ટાટા કા, ટાટા નમક” જિંગલનું 2.0 વર્ઝન તેના ગ્રાહકોને સરપ્રાઇઝ અને આનંદના એક અનેરા તત્વનું વચન આપે છે. તે સમગ્ર ભારતના ઘરોમાં તેની અનોખી હાજરી અંગેનો એકદમ નવો પરિપ્રેક્ષ્ય રજૂ કરે છે. ઓગિલ્વી દ્વારા મૂકાયેલા તેના ખ્યાલ પર આધારિત આ કેમ્પેઇનમાં હળવી પરંતુ તરત જ હૃદયને સ્પર્શી જાય તેવી 11 ફિલ્મોની સિરીઝ છે જે ગ્રાહકના રોજબરોજના જીવનમાં વિવિધ ક્ષણોમાં જિંગલની હાજરી દર્શાવે છે જેથી તે ખરા અર્થમાં દેશ કા નમક” બ્રાન્ડ બને છે.

આ નવીનતમ ઇમર્સિવ અનુભવ દ્વારા દેશની સૌથી પ્રિય બ્રાન્ડ્સ પૈકીની એક ટાટા નમકનો ધ્યેય પેઢીઓથી તેના ગ્રાહકોમાં ઊંડા જોડાણને બનાવવાનો તથા પોતાને એક એવી બ્રાન્ડ તરીકે રજૂ કરવાનો છે જે આજના દર્શકોની આકાંક્ષાઓ તથા મૂલ્યોને રજૂ કરે.

આ કેમ્પેઇન અંગે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સના પેકેજ્ડ ફૂડ્સ – ઈન્ડિયાના પ્રેસિડેન્ટ દીપિકા ભાને જણાવ્યું હતું કે ટાટા સોલ્ટ એ ભારતની સૌથી વિશ્વસનીય અને જવાબદાર બ્રાન્ડ્સ પૈકીની એક છે. “દેશ કા નમક” તરીકે તેનો વારસો 40 વર્ષો કરતા જૂનો છે. 1980માં બનાવાયેલી આ આઈકોનિક જિંગલને રજૂ કરતું આ નવું કેમ્પેઇન બ્રાન્ડની અનેરી અપીલ તથા સમય જતાં ઊભરી આવવાની તેની ક્ષમતાને સલામ કરે છે. આ પહેલ સાથે અમે પ્રેક્ષકો સાથે અમારા જોડાણને વધુ ગહન બનાવવા તેમજ તેમના જીવનનો ભાગ બનવાના ટાટા સોલ્ટના સમર્પણને પુનઃસ્થાપિત કરવાનો ધ્યેય રાખીએ છીએ જે સ્વાસ્થ્ય તથા ખુશહાલીને પ્રોત્સાહન આપે.”

ઓગિલ્વીના ક્રિએટિવ (વેસ્ટ) મેનેજિંગ પાર્ટનર અનુરાગ અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે મોટાભાગના દેશ માટે મીઠું એટલે ટાટા મીઠું અને ટાટાનું મીઠું એટલે વિશ્વાસ. આ એક એવો સંબંધ છે જે પ્રેમથી બંધાયેલો છે. નવું “દેશ કા નમક” કેમ્પેઇન એ જ પ્રેમ અને વિશ્વાસને પાછો આપે છે જે લોકોએ વર્ષોથી એક આઈકોનિક બ્રાન્ડ પર મૂક્યો છે.

અમે લોકોની સૌથી વધુ પસંદગી પૈકીની એક ટાટા સોલ્ટની ટ્યૂનને લોકોના જીવનમાં અને મીઠાની જેમ અનેરી એવી દરેક ક્ષણોમાં પાછી મૂકી છે. એક મૂવીનો સીન, એક બિલાડી, એક ચૂંટણી પ્રચાર અને બીજું ઘણું બધું. અમને આશા છે કે લોકોને દેશ કા નમકનું નવું કેમ્પેઇન ખૂબ ગમશે અને તેઓ હંમેશા જ ચાહતા હતા એ જ રીતે બ્રાન્ડને ચાહશે.”

એક અગ્રણી બ્રાન્ડ તરીકે ટાટા સોલ્ટની ગુણવત્તા તથા ગ્રાહક સંતોષ માટેની પ્રતિબદ્ધતા દેશ કા નમક”ને સૌથી પસંદગીન બ્રાન્ડ્સ પૈકીની એક બનાવી છે.  તે ન કેવળ દેશમાં મીઠાની શુદ્ધતા માટે માપદંડો નિર્ધારિત કરે છે પરંતુ સમગ્ર રાષ્ટ્રમાં આયર્નની ઊણપ સામે લડવા માટેની પણ હિમાયત કરે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.