ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશનનો રૂ. 1200 કરોડનો IPO 13 ડિસેમ્બરનાં રોજ ખૂલશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/12/IndiaShelter-IPO-1024x474.jpg)
અમદાવાદ, રિટેલ ફોકસ્ડ એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની અને 30 સપ્ટેમ્બર, 2023ની સ્થિતિએ 203 શાખાઓ સાથેનું વિશાળ વિતરણ નેટવર્ક ધરાવતી તથા અમારા બિઝનેસ ઓપરેશન્સ તથા લોન લાઇફ સાઇકલમાં સ્કેલેબલ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી કંપની ઇન્ડિયા શેલ્ટર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (ઇન્ડિયા શેલ્ટર અથવા ધ કંપની) ઇક્વિટી શેર્સની તેની ઇનિશિયલ પબ્લિક ઓફરનાં સંદર્ભમાં બુધવાર, 13 ડિસેમ્બરથી બિડ/ ઓફર શરૂ કરશે,
પ્રતિ શેર રૂ.પાંચની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સની કુલ ઓફર સાઇઝ રૂ. 1200 કરોડની છે, જેમાં રૂ. 800 કરોડ સુધીનો ફ્રેશ ઇશ્યુ અને શેરહોલ્ડર્સનાં વેચાણ દ્વારા રૂ. 400 કરોડ સુધીનાં ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ. 469થી રૂ. 493 નક્કી કરવામાં આવી છે. લઘુતમ 30 ઇક્વિટી શેર અને ત્યારપછી તેનાં ગુણાંકમાં બિડ કરી શકાશે.
એન્કર ઇન્વેસ્ટર બિડિંગ મંગળવાર, 12 ડિસેમ્બરનાં રોજ ખૂલશે. બિડ/ઓફર સબસ્ક્રિપ્શન માટે બુધવાર, 13 ડિસેમ્બરનાં રોજ ખુલશે અને શુક્રવાર, 15 ડિસેમ્બરનાં રોજ બંધ થશે.
ઇક્વિટી શેર્સનાં ફ્રેશ ઇશ્યુમાંથી થનારી આવકનો ઉપયોગ રૂ. 640 કરોડનાં અંદાજિત ધિરાણ માટે ભાવિ મૂડી જરૂરિયાતને પહોંચી વળવા અને બાકીની રકમનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુ (ધ ઓબ્જેક્ટ ઓફ ઇશ્યુ) માટે કરવામાં આવશે.
ઓફર ફોર સેલમાં કેટેલિસ્ટ ટ્રસ્ટીશિપ લિમિટેડ દ્વારા (MICPના ટ્રસ્ટી તરીકે) રૂ. 0.2 મિલિયન સુધીનાં ઇક્વિટી શેર્સ, કેટેલિસ્ટ ટ્રસ્ટીશિપ લિમિટેડ દ્વારા (મેડિસન ઇન્ડિયા ઓપર્ચ્યુનિટી ટ્રસ્ટ ફન્ડના ટ્રસ્ટી તરીકે) રૂ. 1712.9 મિલિયન સુધીનાં ઇક્વિટી શેર્સ (રૂ. 171.29 કરોડ સુધી), મેડિસન ઇન્ડિયા ઓપર્ચ્યુનિટી IV દ્વારા રૂ. 544.30 મિલિયન (રૂ. 54.43 કરોડ), મિયો સ્ટારરોક દ્વારા રૂ. 317.6 મિલિયન (રૂ. 31.76 કરોડ) અને નેક્સસ વેન્ચર્સ III લિમિટેડ દ્વારા રૂ. 1425 મિલિયન (રૂ. 142,.5 કરોડ)નાં શેર વેચાણનો સમાવેશ થાય છે. (સામૂહિક રીતે ઇન્વેસ્ટર સેલિંગ શેરહોલ્ડર અથવા સેલિંગ શેરહોલ્ડર) (ધ ઓફર ફોર સેલ).
નવી દિલ્હી ખાતે રજીસ્ટ્રાર ઓફ કંપનીઝ દિલ્હી એન્ડ હરિયાણામાં 7 ડિસેમ્બર, 2023નાં રોજ દાખલ કરવામાં આવેલા હેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ધ (“RHP”) દ્વારા આ ઇક્વિટી શેર્સ ઓફર કરવામાં આવી રહ્યા છે અને તેનું લિસ્ટિંગ બીએસઇ લિમટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (“NSE”) દ્વારા કરવામાં આવશે.
આ ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ ICICI સિક્યોરિટીઝ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ છે.