ભારત અને સિંગાપોર વચ્ચે સેમિકન્ડક્ટર સહિત ૪ કરાર
(એજન્સી)નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય સિંગાપોરની મુલાકાતે છે. બુધવારે સિંગાપોર પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દિવસે તેઓ વડાપ્રધાન લોરેન્સ વોંગને મળ્યા હતા અને ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમની મુલાકાતનો બીજો દિવસ પણ ઘણો મહત્વનો રહેવાનો છે.
પીએમ મોદીએ તેમની સિંગાપોરની મુલાકાતના બીજા દિવસે સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. આ દરમિયાન પીએમ મોદી સાથે વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામેલ છે.આ સમયગાળા દરમિયાન, ભારત અને સિંગાપોર ઘણા કરારો પર હસ્તાક્ષર કરવા જઈ રહ્યા છે,
જેમાં સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવા અંગેનો મહત્વપૂર્ણ કરાર પણ સામેલ છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં, સિંગાપોરે વૈશ્વિક સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. સિંગાપોર તેની સ્થિતિ જાળવી રાખવા માટે હાર્ડ અને સોફ્ટ બંને ઈન્ળાસ્ટ્રક્ચરમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે. સિંગાપોરની યુનિવર્સિટીઓએ સેમિકન્ડક્ટર ક્ષેત્ર માટે વિશેષ અભ્યાસક્રમો શરૂ કર્યા છે.પીએમ નરેન્દ્ર મોદી સિંગાપોરની સરકારી મુલાકાતે છે.
તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોની સ્થાપનાની ૬૦મી વર્ષગાંઠના અવસર પર થઈ રહી છે.પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. મોદીની સિંગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્વની છે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આ દરમિયાન પીએમ મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે.
આ દરમિયાન દક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.વડા પ્રધાનની સિંગાપોર મુલાકાત વેપાર અને રોકાણની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર વિશ્વમાં ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.