ભારતે જર્મન કાર કંપનીને ૧૧,૬૦૦ કરોડના દંડની નોટિસ ફટકારી
નવી દિલ્હી, જર્મનીની વિશ્વવિખ્યાત કાર કંપની ફોક્સવેગનને ભારત સરકારે રૂપિયા ૧૧,૬૦૦ કરોડના ટેક્સની નોટિસ ફટકારી છે. બીજી તરફ, જર્મનીની આ કંપનીએ ભારત સરકાર પર વળતો કેસ પણ કર્યાે છે. જર્મનીની કાર ઉત્પાદક કંપની ફોક્સવેગને ભારતીય અધિકારીઓ વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને ૧.૪ અબજ ડોલર એટલે કે રૂપિયા ૧૧,૬૦૦ કરોડના ટેક્સની નોટિસને પડકારી છે.
ફોક્સવેગન કંપનીનું કહેવુ છે કે આ માંગ ‘અશક્ય’ છે અને ભારતમાં આયાત કરના નિયમોની વિરુદ્ધ છે. સપ્ટેમ્બરમાં ૨૦૨૪માં ભારતીય કસ્ટમ વિભાગે ફોક્સવેગન ઈન્ડિયા પર આક્ષેપ લગાવ્યો હતો કે તેમણે ફોક્સવેગન, સ્કોડા અને ઓડી કારોના જુદા-જુદા પાર્ટાેના રૂપમાં આયાત કરીને ટેક્સમાં હેરાફેરી કરી છે.
સંપૂર્ણ તૈયાર કારો પર ૩૦-૩૫ ટકા આયાત ટેક્સ લાગે છે, પરંતુ જુદા-જુદા પાટ્ર્સ લાવવા પર ફક્ત ૫-૧૫ ટકા ટેક્સ ચુકવવો પડે છે. ભારતીય અધિકારીઓનો આક્ષેપ છે કે ફોક્સવેગન કંપનીએ ‘લગભગ સંપૂર્ણ કાર’ જુદા-જુદા ભાગોમાં આયાત કરીને ટેક્સ બચાવવાનો પ્રયાસ કર્યાે છે.
ફોક્સવેગન ઈન્ડિયાએ કોર્ટમાં દાવો કર્યાે છે કે તેમણે ભારત સરકારને ૨૦૧૧માં પોતાની ‘પાર્ટ-બાય-પાર્ટ’ આયાત નીતિની જાણકારી આપી હતી અને સરકાર પાસેથી આ બાબતને લઈને સ્પષ્ટતા પણ લીધી હતી.
આ સાથે ફોક્સવેગનનું કહેવું છે કે, આ ટેક્સ નોટિસ સરકારની જૂની નીતિની વિરુદ્ધ જાય છે અને વિદેશી રોકાણકારોના ભરોસાને કમજોર કરે છે ? સરકાર શું કહી રહી છે ? જોકે, આ બાબતને લઈને ભારતના નાણાં મંત્રાલય કે કસ્ટમ વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.SS1MS