ભારતમાં દર મિનિટે, ત્રણ લોકો બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બને છે
ઈન્ડિયન સ્ટ્રોક એસોસિયેશન હેલ્થકેર પ્રોફેશનલ્સને સ્ટ્રોક મેનેજમેન્ટ અંગેની તાલીમ આપશે
ઈન્ડિયન સ્ટ્રોક એસોસિયેશને સ્ટ્રોક મેનેજમેન્ટમાં હેલ્થકેર પ્રોફેશનલ્સને સશક્ત કરવા મિશન બ્રેઇન અટેકનું અમદાવાદ ચેપ્ટર લોન્ચ કર્યું
સ્ટ્રોકની સારવારનો ગોલ્ડન અવર 4 કલાક 30 મિનિટનો છે. આ ગાળામાં તાત્કાલિક તબીબી સારવાર સ્ટ્રોકની અસરને રિવર્સ કરી શકે છે.
અમદાવાદ, ઈન્ડિયન સ્ટ્રોક એસોસિયેશન (આઈએસએ)એ સ્ટ્રોક નિવારવા, તાત્કાલિક સારવાર અને પુનર્વસનમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની જાગૃતતા, શિક્ષણ અને તાલીમ વધારવાના ઉદ્દેશ્યથી મિશન બ્રેઇન અટેક પહેલ લોન્ચ કરી છે. “ઈચ વન ટીચ વન” કેમ્પેઇન સમગ્ર ભારતમાં સ્ટ્રોકના કેસોમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને પ્રતિસાદ આપે છે અને દેશભરમાં સ્ટ્રોકની સંભાળ વધારવા માટેના સંસાધનો તથા વિશેષ તાલીમ માટેની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે.
સ્ટ્રોક્સ એ ભારતમાં મૃત્યુ અને વિકલાંગતા માટેના સૌથી મુખ્ય કારણો પૈકીનું એક છે જે દર વર્ષે લગભગ 1.8 મિલિયન લોકોને અસર કરે છે. મૃત્યુ થવા માટેનું બીજું સૌથી માન્ય કારણ અને વિકલાંગતા માટેનું ત્રીજું સૌથી મોટું કારણ બનેલા સ્ટ્રોક્સ દેશની હેલ્થકેર સિસ્ટમ પર નોંધપાત્ર અસર કરે છે.
આમ છતાં સ્ટ્રોકના લક્ષણો અને સમયસર હસ્તક્ષેપ અંગેની જાગૃતતા હજુ ઓછી છે. મિશન બ્રેઇન અટેક સ્ટ્રોકના લક્ષણોને વહેલા ઓળખવા અને દર્દીઓના પરિણામો સુધારવા માટે અસરકારક કેર પ્રોટોકોલ્સનો અમલ કરવા માટે હેલ્થકેર પ્રોવાઇડર્સને મહત્વની તાલીમ પૂરી પડીને આ અંતર પૂરવાનો પ્રયાસ કરે છે.
સ્ટ્રોકની સારવારનો ગોલ્ડન અવર 4 કલાક 30 મિનિટનો છે. આ ગાળામાં તાત્કાલિક તબીબી સારવાર સ્ટ્રોકની અસરને રિવર્સ કરી શકે છે. મિશન બ્રેઇન અટેક પહેલ ફિઝિશિયન્સ અને મેડિકલ પ્રેક્ટિશનર્સને સ્ટ્રોકના લક્ષણોને વહેલા ઓળખવા, અસરકારક સારવાર પ્રોટોકોલ્સનો અમલ કરવા અને સ્ટ્રોકનો ભોગ બનેલા દર્દીઓ માટે વ્યાપક સંભાળ પૂરી પાડવા માટે સજ્જ કરવા માટે હાથ ધરવામાં આવી છે.
આ પ્રોગ્રામમાં વર્કશોપ, વેબિનાર, રિયલ-ટાઇમ કેસ સ્ટડીઝ અને અત્યાધુનિક ઓનલાઇન સંસાધનોની પહોંચનો સમાવેશ થાય છે. આ તત્વોથી એ સુનિશ્ચિત કરવામાં મદદ મળશે કે સમગ્ર ભારતમાં હેલ્થકેર પ્રોવાઇડરર્સ સ્ટ્રોક મેનેજમેન્ટમાં લેટેસ્ટ શ્રેષ્ઠ પ્રેક્ટિસીસ સાથે પરિચિત છે.
ડો. નિર્મલ સૂર્ય, કન્સલ્ટિંગ ન્યૂરોફિઝિશિયન અને આઈએસએના પ્રમુખે જણાવ્યું હતું કે આ પહેલમાં વર્કશોપ્સ, વેબિનાર્સ, રીઅલ-ટાઇમ કેસ સ્ટડીઝ અને ઑનલાઇન સંસાધનોની એક્સેસના વ્યાપક કાર્યક્રમનો સમાવેશ થાય છે. ભારતમાં સ્ટ્રોકના વધતા જતા કિસ્સા સાથે, તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.
અમે બ્રેઈન સ્ટ્રોકના દર્દીઓની સારવાર માટે એક સસ્તું કેથેટર રજૂ કરવાનો ધ્યેય ધરાવીએ છીએ, જે મગજના સ્ટ્રોક સાથે સંકળાયેલ સર્જિકલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરશે. મિશન બ્રેઈન એટેક દ્વારા અમે હેલ્થકેર પ્રોફેશનલ્સને સ્ટ્રોક આવે ત્યારે અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે જરૂરી કૌશલ્યોથી સજ્જ કરી રહ્યા છીએ, જે દર્દીની રિકવરી અને બચવાની તકોને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે.
ભારતમાં દર મિનિટે, ત્રણ લોકો બ્રેઇન સ્ટ્રોકનો ભોગ બને છે. જોકે આ દર્દીઓની ગંભીર ‘ગોલ્ડન વિન્ડો’માં સારવાર કરવા માટે દેશભરમાં માત્ર 4,000થી 5,000 ન્યૂરોલોજીસ્ટ ઉપલબ્ધ છે. તેને સંબોધવા માટે આઈએસએએ આ નિર્ણાયક સમયમાં નિવારક પગલાં અને યોગ્ય પગલાં અંગે ડોકટરો અને સામાન્ય જનતા બંનેને શિક્ષિત કરવા પહેલ શરૂ કરી છે.
જીવનશૈલીમાં ફેરફાર, અપૂરતી ઊંઘ અને નિયમિત સ્વાસ્થ્ય તપાસની અવગણના એ સ્ટ્રોકની વધતી ઘટનાઓ પાછળના મુખ્ય કારણો છે. પરંપરાગત રીતે સ્ટ્રોકના કેસો 50 વર્ષની વયનાં લોકોમાં વધુ સામાન્ય હતા, પણ અમે હવે 30થી 40 વર્ષની વયના લોકોમાં આવા કેસોમાં ચિંતાજનક વધારો જોઈ રહ્યા છીએ.
અગાઉ, આ વય જૂથમાં માત્ર 5 ટકા જ સ્ટ્રોક આવતા હતા, પરંતુ તે પ્રમાણ વધીને 10-15 ટકા થઈ ગયું છે. દુઃખદ છે કે 20થી 30 વર્ષની વયના નાના લોકો પણ હવે સ્ટ્રોકનો અનુભવ કરી રહ્યા છે, એમ ડો. અરવિંદ શર્મા, સેક્રેટરી, ઈન્ડિયન સ્ટ્રોક એસોસિએશન (આઈએસએ) અને ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના ન્યૂરોલોજી વિભાગના વડાએ જણાવ્યું હતું.