Western Times News

Gujarati News

2050 સુધીમાં ભારત સૌથી વધુ જળસંકટનો સામનો કરશે: UN report

નવીદિલ્હી, સંયુકત રાષ્ટ્રના એક રિપોર્ટમાં ભારતને લઇને મોટો દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવ્યું છે કે 2050 સુધીમાં, ભારત વિશ્વના સૌથી મોટ જળસંકટનો સામનો કરશે. પડોશી દેશો પાકિસ્તાન અને ચીનમાં પણ સ્થિતિ વણસી જશે. ઘણી નદીઓમાં પ્રવાહની સ્થિતિ પણ નબળી પડશે.

UNના અહેવાલ મુજબ, વિશ્વની લગભગ૧.૭ થી ૨.૪૦ અબજની શહેરી વસ્તીને પાણીની કટોકટીનો સામનો કરવો પડશે. યુનાઇટેડ નેશન્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૬માં ૯.૩૩ કરોડ વસ્તી જળ સંકટનો સામનો કરી રહી હતી. યુનાઇટેડ નેશન્સ વોટર કોન્ફરનસ ૨૦૨૩ પહેલા યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ વોટર રિપોર્ટ ૨૦૨૩ જાહેર કર્યો છે.

રિપોર્ટમાં અન્ય દાવા કરવામાં આવ્યા છે કે એશિયામાં લગભગ ૮૦ ટકા વસ્તી જળ સંકટનો સામનો કરી રહી છે. આ સંકટ ઉત્તરપૂર્વ ચીન, ભારત અને પાકિસ્તાન પર સૌથી વધુ છે. એવો અંદાજ છે કે આ સંકટમાંથી ભારત સૌથી વધુ પ્રભાવિત થશે.

ગ્લેશિયર્સ પીગળવાને કારણે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી મોટી હિમાચલની નદીઓના પ્રવાહમાં ઘટાડો થશે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વની ૨૬ ટકા વસ્તીને પીવા માટે શુદ્‌ઘ પાણી નથી મળી રહ્યું. જયારે ૪૬ ટકા વસ્તી સુરિક્ષત પીવાના પાણીનો લાભ લઇ રહી છે. india-to-face-worst-water-crisis-by-2050-un-report

યુએન વતી યુનેસ્કો દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ, વિશ્વમાં બેથી ત્રણ અબજ લોકો વર્ષમાં ઓછામાં ઓછાએક મહિના સુધી પાણીની અછત સાથે સંઘર્ષ કરે છે. યુએનએ કહયું છે કે આવનારા સમયમાં આ સંકટ હજુ વધુ વધશે. યુનેસ્કોના મહાનિર્દેશક આન્દ્રે અઝોલેએ કહયું કે આ વૈશ્વિક સંકટમાંથી બહાર નીકળતા પહેલા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાંથી બહાર નીકળવાની તાતી જરૂર છે.

યુએન રિપોર્ટના એડિટર-ઇન-ચીફે કહયું, માનવતા માટે લોહી જેવું છે તે જીવન, આરોગ્ય, સ્થિતિસ્થાપકતા, લોકોના વિકાસ માટે જરૂરી છે. સમય આપણી સાથે નથી અને ઘણુ કરવાનું છે. આ અહેવાલ દર્શાવે છે કે અમારો ઉદેશ્ય સાથે મળીને પગલાં લેવાનો છે. પરિવર્તન લાવવાનો આ આપણો સમય છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.