Western Times News

Gujarati News

ભારતના બહિષ્કાર કાર્યવાહી પર તુર્કીના રાષ્ટ્રપતિએ શું પ્રતિક્રિયા આપી?

CAIT દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય- વેપાર અને પર્યટન બંધ કરવાનો નિર્ણય -40 હજાર કરોડના નુકશાનનો અંદાજ

અમદાવાદ એરપોર્ટ લાઉન્જની ઍક્સેસ આપતી ડ્રેગનપાસ સાથેની અમારી ભાગીદારી તાત્કાલિક અસરથી સમાપ્ત

અંકારા, ભારત દ્વારા લેવાયેલા કેટલાક વ્યાપારિક નિર્ણયો સંદર્ભે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને તીવ્ર પ્રતિક્રિયા આપી છે. ભારતે તુર્કી સાથેના કેટલાક વ્યાપારિક સંબંધોમાં ફેરફાર કર્યા બાદ તુર્કીના રાષ્ટ્રપતિએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. Turkish Prez Erdogan: Economic losses will not stop Turkey from supporting Muslim brother Pakistan

તુર્કીના રાષ્ટ્રપતિના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, “બે મિત્ર દેશો વચ્ચેના વ્યાપારિક સંબંધોમાં અચાનક આવેલા આ ફેરફારથી અમે આશ્ચર્યચકિત છીએ. અમે આશા રાખીએ છીએ કે આ મુદ્દે કૂટનીતિક માધ્યમથી વાતચીત કરી સકારાત્મક ઉકેલ લાવી શકાશે.”

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “ભારત દ્વારા લેવાયેલા નિર્ણયો દેશના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. આ કોઈ રાજકીય નિર્ણય નથી પરંતુ વિવિધ વ્યાપારિક પાસાંઓના મૂલ્યાંકન બાદ લેવાયેલા નિર્ણયો છે.”

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ મામલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “ભારત દ્વારા લેવાયેલા નિર્ણયો દેશના આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. આ કોઈ રાજકીય નિર્ણય નથી પરંતુ વિવિધ વ્યાપારિક પાસાંઓના મૂલ્યાંકન બાદ લેવાયેલા નિર્ણયો છે.”

ટર્કિશ સ્‍કિનકેર અને પર્સનલ કેર બ્રાન્‍ડ્‍સ પણ ભારતમાં પોતાનું સ્‍થાન બનાવી રહી છે. પરંતુ આગામી દિવસોમાં ભારત અને તુર્કી વચ્‍ચેના વેપારને અસર થઈ શકે છે.  ઘણા વેપાર સંગઠનોએ તુર્કીમાંથી આયાત-નિકાસ બંધ કરવાની માંગ ઉઠાવી છે.

નવી દિલ્હી ખાતે યોજાયેલી એક બેઠકમાં ભારતના સૌથી મોટા વેપારી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બેઠકમાં દેશભરના 24 રાજ્યોના 125 વેપારી નેતાઓ હાજર રહ્યા હતા અને તેમણે સર્વસંમતિથી તુર્કી અને અઝરબૈજાન સાથે વેપાર અને પર્યટન બંધ કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય તુર્કી અને અઝરબૈજાન દ્વારા આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાનને સમર્થન આપવાના કારણે લેવામાં આવ્યો છે.

વાણિજ્ય મંત્રાલયના સૂત્રો મુજબ, ભારતે તુર્કીથી આયાત થતી કેટલીક ચોક્કસ વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને અન્ય કેટલીક વસ્તુઓ પર આયાત જકાત વધારવામાં આવી છે. જોકે, બંને દેશો વચ્ચે કૂટનીતિક સંબંધો યથાવત છે.

આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિષ્ણાતોના મતે આ પગલાં પાછળ વેપાર ખાધ અને આંતરરાષ્ટ્રીય રાજકારણના કેટલાક પાસાં જવાબદાર હોઈ શકે છે. વર્ષ 2023-24માં ભારત અને તુર્કી વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ 12 અબજ ડોલર હતો, જેમાં ભારતની નિકાસ કરતાં આયાત વધુ હતી.

CAITના પ્રમુખે જણાવ્યું હતું કે, “અમે દેશભરના વેપારીઓને તુર્કી અને અઝરબૈજાનની વસ્તુઓનો બહિષ્કાર કરવા અને આ દેશો સાથેના વ્યાપારિક સંબંધો સ્થગિત કરવા અપીલ કરીએ છીએ. આ નિર્ણય દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વના હિતમાં લેવામાં આવ્યો છે.”

વિશ્લેષકોના મતે બંને દેશો વચ્ચેની આ તંગદિલી કામચલાઉ હોઈ શકે છે અને આગામી સમયમાં દ્વિપક્ષીય વાતચીત દ્વારા સંબંધો સામાન્ય થઈ શકે છે. બંને દેશો એકબીજા માટે મહત્વપૂર્ણ વ્યાપારિક ભાગીદારો છે અને લાંબા ગાળે બંનેના આર્થિક હિતો સંકળાયેલા છે.

ભારત પાકિસ્તાનના યુદ્ધ વચ્ચે તુર્કિયેએ ટેકો આપતા બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી ( BCAS ) ગુરુવારે તુર્કિયેની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ પ્રોવાઇડર કંપની સેલેબી એવિએશનની સુરક્ષા મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે.

અમદાવાદ એરપોર્ટ લાઉન્જની ઍક્સેસ આપતી ડ્રેગનપાસ સાથેની અમારી ભાગીદારી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. એટલુંજ નહીં અમદાવાદથી સિંગાપુર એરલાઈન, એર એશિયા અને થાઈલાયન એમ ત્રણ ઇન્ટરનેશનલ એરલાઇનની ચાર ફ્લાઇટો હેન્ડલિંગ કરતી શેલબી કંપની પાસેથી કોન્ટ્રાક્ટ છીનવી લેવાયો છે. હવે અન્ય નવી વૈકલ્પિક કંપનીનો સહારો લેવો પડશે.

હાલ એરપોર્ટ પર એર ઇન્ડિયા અને બર્ડ-જીસેક એમ બે કંપની ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ આપી રહી છે. ઉપરોક્ત ત્રણ એરલાઇનનની સિંગાપોર, કુઆલાલુમ્પુરની એક-એક અને બેંગકોકની બેએમ ચાર ફ્લાઇટના સવાર પેસેન્જરોના લગેજ ચેકઈનથી લઈને ફ્લાઇટ સુધી પહોંચાડવાની કામગીરી આ ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની કરતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.