ભારત-અમેરિકાની બેઠકમાં એલ્યુમિનિયમ સ્ટીલ પર ટેરિફ મુદ્દે વાતચીત થઈ શકે

નવી દિલ્હી, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ફરી જકાત વધારવાના મુદ્દે ભારતે વચલો માર્ગ શોધવા કવાયત શરૂ કરી છે. ૨૩ એપ્રિલથી વોશિંગ્ટન ખાતે ભારત અને અમેરિકાના ઉચ્ચ સરકારી અધિકારીઓ વચ્ચે ત્રિદિવસીય વાટાઘાટોનો પ્રારંભ થવાનો છે. આ મંત્રણા દરમિયાન સ્ટીલ-એલ્યુમિનિયમ પર ટેરિફ વધારવાના મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે.
અગાઉ અમેરિકા અને ભારત વચ્ચે આ મામલે વિવાદ સર્જાયો હતો અને કેસ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન સમક્ષ પહોંચ્યો હતો, જેમાં બંને દેશની સંમતિથી સ્ટીલ એલ્યુમિનિયમ પર ટેરિફ વિવાદ ઉકેલાયો હતો.
અગાઉની બાઈડન સરકારે ૨૦૧૮ના વર્ષમાં સ્ટીલની કેટલીક વસ્તુઓ પર ૨૫ ટકા અને એલ્યુમિનિયમ પર ૧૦ ટકા ટેરિફ લગાવી હતી. ટેરિફ લાગુ કરવા માટે તત્કાલીન અમેરિકી સરકારે રાષ્ટ્રીય સલામતીનું કારણ જ રજૂ કર્યું હતું. નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ બાઈડનના પગલે ચાલી રહ્યા છે.
અગાઉ સર્જાયેલા વિવાદમાં અમેરિકાને વળતા જવાબ રૂપે ભારતે અમેરિકાના ૨૮ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી વધારી હતી, જેમાં બદામ અને અખરોટ સહિતની વસ્તુઓનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ભારતે ડબલ્યુટીઓમાં ફરિયાદ પણ કરી હતી. ૨૦૨૦માં આ વિવાદનો બંને પક્ષે સંમતિ સાથે ઉકેલ આવ્યો હતો અને ડબલ્યુટીઓમાં સાત મુદ્દે ઉકેલ આવ્યો હતો.
આ સાત મુદ્દામાં સ્ટીલ પર ટેરિફનો પણ સમાવેશ થતો હતો. સમાધાન થયા બાદ ભારતે વળતા જવાબમાં લગાવેલી ટેરિફ પરત ખેંચી લીધી હતી અને બંને પક્ષ વચ્ચે કરાર થયા હતા. આ કરારમાં ભારતે અમેરિકાના ૮ ઉત્પાદનો પરથી વધારાની ડ્યુટી દૂર કરી હતી અને અમેરિકાના બજારોમાં ભારતીય નિકાસકારોનો પ્રવેશ સરળ બન્યો હતો.
ટ્રમ્પ સરકારે ફરી એક વખત ૧૨ માર્ચથી એલ્યુમિનિયમ-સ્ટીલ ઉત્પાદનો પર ૨૫ ટકા ટેરિફ ઝીંકી દીધી છે. ભારતે આ મામલે ફરી એક વખત વિરોધ નોંધાવી અગાઉ ડબલ્યુટીઓમાં થયેલા કરાર અંતર્ગત સમાધાનની માગણી કરી છે.
જો કે આમેરિકાએ આ વખતે ટેરિફ વધારા માટે રાષ્ટ્રીય સલામતીનું કારણ દર્શાવ્યું છે અને સેફગાર્ડ મેઝર તરીકે ટેરિફ ન લદાઈ હોવાનો દાવો કર્યાે છે. ૨૦૨૪ના વર્ષમાં ભારતમાંથી સ્ટીલ-એલ્યુમિનિયમની નિકાસનો આંકડો ૪૫૦ મિલિયન ડોલરે પહોંચ્યો હતો. હાલની સ્થિતિએ અમેરિકા ટેરિફમાં રાહત આપવા તૈયાર નથી.SS1MS