ભારત દુનિયાના વિકાસનું એન્જિન બનશે: નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, ભારત દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓ અને ટેક્નિકલ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારત આવનારા વર્ષોમાં દુનિયાના વિકાસ એન્જિન તરીકે ઊભરી આવશે. દક્ષિણ આફ્રિકામાં જાેહાનિસબર્ગમાં બ્રિક્સ બિઝનેસ ફોરમમાં બોલતા તેમણે કહ્યું કે ભારતના લોકોએ ૨૦૪૭ સુધીમાં ભારતને એક વિક્સિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ લીધો છે.BRICS Business Forum India will be the engine of world development: Narendra Modi
આ દરમિયાન પીએમ મોદીએ બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને તેની દસમી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવી અને કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે અમારા આર્થિક સહિયોગને વધારવામાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલપાથલ છતાં ભારત આજે દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી પ્રમુખ અર્થવ્યવસ્થા છે.
બહુ જલદી ભારત પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમાં કોઈ શક નથી કે આવનારા વર્ષોમાં ભારત દુનિયાનું વિકાસ એન્જિન હશે અને તેનું કારણ એ છે કે ભારતે સંકટ ને મુશ્કેલીઓને આર્થિક સુધારના અવસરોમાં બદલ્યા છે. ભારતના લોકોનો સંકલ્પ છે કે તેઓ ૨૦૪૭ સુધીમાં એક વિક્સિત રાષ્ટ્ર બનશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે સુધાર અને મિશન મોડ કર્યા છે અને આ કારકોએ ભારતમાં વેપાર કરવામાં સતત સુધાર કરવામાં મદદ કરી છે.
જીએસટીની શરૂઆતના કારણે રોકાણકારોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. અમે જાહેર સેવા વિતરણ અને સુશાસન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલને તેની દસમી વર્ષગાંઠ પર ખુબ ખુભ શુભેચ્છાઓ. છેલ્લા ૧૦ વર્ષમાં બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે આપણા આર્થિક સહયોગને વધારવામાં ખુબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
જ્યારે ૨૦૦૯માં પહેલા બ્રિક્સ શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે દુનિયા ભારે નાણાકીય સંકટમાંથી બહાર આવી રહી હતી, તે સમયે બ્રિક્સ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે આશાની કિરણ બનીને ઊભર્યું. તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં કોવિડ મહામારીના તણાવ અને વિવાદો વચ્ચે દુનિયા ઈ આર્થિક પડકારો સામે લડી રહી છે. આવા સમયમાં એકવાર ફરીથી બ્રિક્સ દેશોની ભૂમિકા મહત્વપૂર્ણ છે.SS1MS