ભારત ૩ જુલાઈએ ઈતિહાસ રચશે, ચંદ્રયાન-૩ થશે લોન્ચ
નવી દિલ્હી, ભારત આવતા મહિનાની ૩જી તારીખે એટલે કે ૩જી જુલાઈએ નવો ઈતિહાસ રચવા જઈ રહ્યું છે. રશિયા પણ ભારતની મદદ માટે આગળ આવ્યું છે અને તેણે તેના મૂન લેન્ડર મિશનને સ્થગિત કરવાનો ર્નિણય લીધો છે. જેથી ભારતના ચંદ્રયાન-૩ને ચંદ્ર પર ઉતરવામાં સફળતા મળી શકે. India will create history on July 3, Chandrayaan-3 will be launched
જાે ભારત ચંદ્રયાન લોન્ચ કરવામાં સફળ થાય છે, તો તે ચંદ્રયાનને સફળતાપૂર્વક લોન્ચ કરનાર વિશ્વનો ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન તેમના ચંદ્રયાનને સફળતાપૂર્વક લેન્ડ કરી ચૂક્યા છે. ચંદ્રયાન મિશન ૨૨ જુલાઈ ૨૦૧૯ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. જાે કે, તે સમયે ચંદ્રયાન લોન્ચ કરનાર લેન્ડર વિક્રમ ક્રેશ થઈ ગયું હતું.
ત્યારથી ભારત ચંદ્રયાન ૩ની તૈયારી કરી રહ્યું છે. ચંદ્રયાનના પ્રક્ષેપણ અંગે ઈસરોના ચીફ સોમનાથે કહ્યું કે અમે મિશન ચંદ્રયાન-૨માં ભલે નિષ્ફળ ગયા હોય પરંતુ ચંદ્રયાન-૩ની સફળતાથી ઈતિહાસ રચીશું. અમે ભૂતકાળની નિષ્ફળતામાંથી શીખીને આગળ વધ્યા છીએ. સોમનાથે કહ્યું કે નિષ્ફળતાનો અર્થ એ નથી કે આપણે આગળ વધવાનું બંધ કરી દઈએ.
આ વખતે અમે ચોક્કસપણે ઈતિહાસ રચવાના છીએ. તે ભારતના લોકોને ગૌરવ અપાવવાનું એક મિશન છે. ચંદ્રયાનને શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-૩ને ચંદ્ર સુધી પહોંચવા માટે ત્રણ અલગ-અલગ ભાગો તૈયાર કરવામાં આવ્યા છે.
ટેકનિકલ ભાષામાં તેને મોડ્યુલ કહે છે. ચંદ્રયાન-૩માં પણ ૩ મોડ્યુલ છે. ચંદ્રયાન-૨નું ઓર્બિટર પહેલેથી જ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે, તેથી આ વખતે ઓર્બિટર મોકલવામાં આવી રહ્યું નથી. ઈસરોના વડાએ કહ્યું કે અમે આ વખતે ચોક્કસપણે સફળ થઈશું અને ભારતના લોકો ગર્વ અનુભવશે.SS1MS