ચીની સરહદે ભારત જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમ તૈનાત કરશે

બીજીંગ, ચીન સરહદે એકબાજુ શાંતિ માટે ૧૬મા તબક્કાની સૈન્ય સ્તરની વાતચીત કરી રહ્યું છે. બીજીબાજુ તે લદ્દાખ સેક્ટરમાં એલએસી પર પ્રતિબંધિત વિસ્તારમાં વિમાન મોકલીને ભારતને ઉશ્કેરી રહ્યું છે.
જાેકે, ભારતે ચીનને તેની દરેક ચાલનો જવાબ આપવાની તૈયારી કરી લીધી છે. ભારતે ન્છઝ્ર પર રડાર તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે અને ટૂંક સમયમાં એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ ગોઠવાશે.
લદ્દાખ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર મે ૨૦૨૦થી ચાલી રહેલી તંગદિલીનો ઉકેલ લાવવા માટે ભારત અને ચીનના સૈન્ય અધિકારીઓ વચ્ચે રવિવારે યોજાયેલી બેઠક મોડી રાત સુધી ચાલી હતી.
આ વાટાઘાટો અંગે બંને પક્ષો તરફથી સોમવારે માહિતી આપવામાં આવે તેવી શક્યતા છે. અગાઉ બંને દેશો વચ્ચે ૧૫મા તબક્કાની સૈન્ય સ્તરની વાટઘાટો થઈ હતી, જે ૧૩ કલાક સુધી ચાલી હતી.
ભારત અને ચીન વચ્ચે શાંતિ માટે ૧૬મા તબક્કાની સૈન્ય સ્તરની વાટાઘાટોના થોડાક દિવસ પહેલાં જ ચીનનું એક ફાઈટર પ્લેન પૂર્વીય લદ્દાખમાં એલએસી પર ભારતીય ચોકીની ખૂબ જ નજીકથી પસાર થયું હતું. ચીની વિમાને થોડીક મિનિટ માટે નિયમોનો ભંગ કર્યો હતો અને ફ્રિક્શન પોઈન્ટ પર ઉડ્ડયન કર્યું હતું. જાેકે, ભારતીય હવાઈદળે તુરંત ચીનના આ પ્રયાસોનો જવાબ અપાયો હતો.
હવાઈ નિયમોના ભંગની પહેલી મોટી ઘટના ગયા મહિનાના જૂનના અંતિમ સપ્તાહમાં થઈ હતી. આ સમયે ચીનનું જે-૧૧ ફાઈટર વિમાન બંને સૈન્ય વચ્ચેના ફ્રિક્શન પોઈન્ટની નજીક આવી ગયું હતું. ચીનના કોઈપણ દુસ્સાહસ અને જાેખમનો સામનો કરવા ભારતે લદ્દાખ સેક્ટરમાં મિગ-૨૯ અને અન્ય વિમાનો તૈનાત કર્યા છે.
હવાઈદળના પ્રમુખ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ જણાવ્યું કે એલએસી પર અમે સતત નજર રાખી રહ્યા છીએ. ચીનના ફાઈટર વિમાનો સરહદની એકદમ નજીક આવે છે ત્યારે ભારતીય હવાઈદળ પણ તુરંત જવાબ આપે છે.
ચીનના ફાઈટર વિમાનો પર ચાંપતી નજર રાખવા માટે લદ્દાખ સેક્ટરમાં એલએસી પર રડાર તૈનાત કરાયા છે. ધીમે ધીમે બધા જ રડારને તેમની આઈએસીસીએસ સિસ્ટમ સાથે જાેડી દેવાયા છે. એટલું જ નહીં અમે સરહદોની સાથે ચાંપતી નજર રાખવાની સાથે હથિયારો રાખવાની ક્ષમતા પણ વધારી દીધી છે.
ઉપરાંત નિરિક્ષણ માટે મોબાઈલ ચોકીઓ વધારી દેવાઈ છે. એરચીફ માર્શલ ચૌધરીએ જણાવ્યું કે, અમેરિકાની નારાજગી છતાં ભારતે તાજેતરમાં રશિયા પાસેથી એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. આ સિસ્ટમ પાકિસ્તાનની સાથે ચીનની સરહદે પણ ગોઠવવામાં આવી રહી છે.HS1MS