Western Times News

Gujarati News

રશિયા સાથે મળીને ભારત બ્રહ્મોસ હાઈપરસોનિક મિસાઈલ બનાવશે

File

(એજન્સી)(એજન્સી)નવી દિલ્હી, ભારત બ્રહ્મોસ મિસાઈલના આગામી સંસ્કરણ પર રશિયા સાથે મળીને કામ કરવા જઈ રહ્યું છે જે અવાજની ઝડપ કરતા પણ ૫ ગણી વધુ ઝડપે દુશ્મન પર હુમલો કરી શકે છે.India will develop BrahMos hypersonic missile along with Russia

આ મિસાઈલો પર કામ કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને તેમના રશિયન સમકક્ષ વચ્ચે તાજેતરની બેઠકમાં સહમતી થઈ છે. હાઈપરસોનિક મિસાઈલોને બનાવવામાં રશિયા વિશ્વનો સૌથી અગ્રણી દેશ છે

અને તે અમેરિકા કરતા પણ ઘણો આગળ છે. ભારતે રશિયા પાસેથી જ બ્રહ્મોસ મિસાઈલ મેળવી છે. હવે તેના આગામી સંસ્કરણ પર કામ કરીને હાઈપરસોનિક વર્ઝન તૈયાર કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

આ મિસાઈલો મળવાથી ભારતની શક્તિમાં મોટો વધારો થશે અને તે પાકિસ્તાન જેવા દુશ્મન દેશવી અંદર લાંબા અંતર સુધી મારવામાં સક્ષમ બનશે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધથી હાઈપરસોનિક વેપન સિસ્ટમની ચર્ચા વધી છે. જેનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. રશિયાએ આ યુદ્ધમાં જિરકૉન નામની હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.

તે ભારત સાથે મળીને જે મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે તેની પણ એટલી જ તાકાત હશે. ગત વર્ષે જ બ્રહ્મોસ એરોસ્પેસના સીઈઓ અતુલ રાણેએ કહ્યું હતું કે તેમની તાકાત રશિયાની જિરકૉન મિસાઈલ જેવી જ હશે.

હાઈપરસોનિક હથિયારોની વિશેષતા એ છે કે તે સરળતાથી પોતાનો માર્ગ બદલી શકે છે અને દુશ્મનના વિસ્તારમાં લાંબા અંતર સુધી ઝડપથી પ્રહાર કરવામાં સક્ષમ હોય છે. તેમની ગતિ પણ અવાજ કરતા પણ ૫ ગણી વધું હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.