ભારત UNમાં આ મુદ્દાઓ રજૂ કરી પાકિસ્તાનને ખુલ્લું પાડશે

File PHoto
(એજન્સી)નવી દિલ્હી, રવિવારે સવારે સરહદે આવેલા રાજસ્થાન, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય દેખાઈ. બજારો ખુલી રહ્યા છે, પ્રવૃત્તિઓ સામાન્ય થઈ રહી છે.
ભારતે કહ્યું છે કે આવતા અઠવાડિયે એક ટીમ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ મોકલવામાં આવશે. આનાથી પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું હોવાના નવા પુરાવા રજૂ કરશે. દરમિયાન, ભારતીય વાયુસેનાએ કહ્યું કે, અમે ઓપરેશન સિંદૂરના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે. આ કામગીરી હજુ પણ ચાલુ છે. સમય આવશે ત્યારે અમે તમને માહિતી આપીશું.
વાયુસેનાએ અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ૨૨ એપ્રિલ, પહેલગામ હુમલાના દિવસથી ૧૦ મે સુધી, પાકિસ્તાની ગોળીબારમાં ૬ સૈનિકો શહીદ થયા છે, જ્યારે ૬૦ જવાનો ઘાયલ થયા છે.
આ ઉપરાંત, ૨૫ લોકોના મોત થયા છે અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના ગોળીબાર અને તોપમારાથી જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં નુકસાન થયું છે. પૂંછના માનકોટના તહસીલદાર મોહમ્મદ મારૂફ કાદરીએ રહેણાંક વિસ્તારોમાં થયેલા નુકસાનનો અહેવાલ લીધો.