કેન્સર જેવી ગંભીર બીમારીના સુનામીનો સામનો કરશે ભારત
નવી દિલ્હી, અમેરિકાના એક જાણીતા કેન્સર બાબતના નિષ્ણાતએ ભારત અંગે એક મહત્વની આગાહી કરી છે. આ આગાહી ભારતમાં સામાન્ય પ્રજાજનો માટે ખૂબ જ ચિંતાજનક વાત કહેવામાં આવી છે.
અમેરિકાના ઓહાયોમાં ક્લીવલેંડ ક્લિનિકના હેમેટોલોજી તથા મેડિકલ ઓન્કોલોજી વિભાગના અધ્યક્ષ ડો. જેમ અબ્રાહમે કહ્યું છે કે વૈશ્વિકીકરણ, વધતા અર્થતંત્ર, વસ્તી તથા બદલાઈ રહેલી જીવનશૈલીને લીધે ભારતે કેન્સર જેવી ઘાતક બીમારીઓની સુનામીનો સામનો કરવો પડશે.
ડોક્ટર અબ્રાહમનું કહેવું છે કે જે રીતે ગંભીર બીમારીઓ ભારત તરફ આગળ વધી રહી છે તેને અટકાવવા માટે મેડિકલ ટેકનોલોજીને ઉત્તેજન આપવાની વિશેષ જરૂર છે. આ અગ્રણી ડોક્ટરે આ સદીમાં કેન્સર કેરને રી શેપ કરવા માટે ૬ આવશ્યક ટ્રેંડ બનાવ્યા છે.
તેમા શરૂઆતી ત્રણ ટ્રેંડમાં કેન્સરને અટકાવવા માટે વેક્સિન, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ડાટા ડિજીટલ ટેકનોલોજીને ઉત્તેજન આપવું તથા લિક્વિડ બાયોપ્સીનો સમાવેશ થાય છે.
કેન્સર રોગના આ નિષ્ણાત ડોક્ટરે જણાવ્યું હતું કે વૈશ્વિકીકરણ, વધતા અર્થતંત્ર, વધી રહેલી વસ્તી તથા ઝડપભેર બદલાઈ રહેલી જીવન શૈલીને લીધે ભારત કેન્સર જેવી સુનામીનો સામનો કરશે. ગ્લોબલ કેન્સર ઓબ્ઝર્વેટરીના અંદાજ પ્રમાણે વિશ્વમાં કેન્સરને લીધે હાહાકાર સર્જાશે. વર્ષ ૨૦૪૦ સુધીમાં વિશ્વમાં કેન્સરના દર્દીની સંખ્યા વર્ષ ૨૦૨૦ની તુલનામાં ૪૭ ટકા વધીને ૨.૮૪ કરોડ થઈ જવાની આશંકા છે.
વર્ષ ૨૦૨૦માં કેન્સરને લીધે આશરે ૧.૮૦ કરોડ કેસ સામે આવ્યા હતા અને આશરે એક કરોડ લોકોની વિશ્વમાં આ રોગને લીધે મોત નિપજ્યું હતું. મહિલાઓને થતુ બ્રેસ્ટ કેન્સર વર્તમાન સમયમાં ફેફસાંના કેન્સરની તુલનામાં પાછળ છોડી દીધા છે.
જાેકે, અત્યાર સુધીમાં સૌથી વધારે ફેફસાંના કેન્સરને લીધે મોત થઈ રહ્યા છે. ડોક્ટર અબ્રાહમનું માનવું છે કે સફળ કેન્સર વેક્સિન આ બીમારીના અલગ-અલગ સ્વરૂપને હરાવવામાં ખૂબ જ મદદરૂપ બનશે. જાેકે, છેલ્લા કેટલાક વર્ષોમાં અલગ-અલગ કેન્સર માટે વેક્સિન તૈયાર કરવામાં આવી છે, જાેકે તે હજુ પણ ટ્રાયલ પર છે. અલબત શરૂઆતી પરિણામો ઘણા સકારાત્મક રહ્યા છે.
તેમણે કહ્યું કે વર્તમાન સમયમાં ક્લિવલેન્ડ ક્લિનિકની ટીમ પણ બ્રેસ્ટ કેન્સરની એક વેક્સિનનો ટ્રાયલ કરી રહી છે. આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ મારફતે બાયોપ્સી સમયે સામાન્ય તથા અસામાન્ય વેરિએશન્સની ભાળ વધારે સારી રીતે લગાવી શકાય છે.SS1MS