ભારત આગામી પાંચ વર્ષમાં 50 સેટેલાઇટ મોકલશે

ISROએ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે
મજબૂત રાષ્ટ્ર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેના ઉપગ્રહ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી અને તે આજે છે તેના કરતા દસ ગણું હોવું જોઈએ
નવી દિલ્હી,વિજ્ઞાનની દુનિયામાં ભારત સતત આગળ વધી રહ્યું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટા પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. વાસ્તવમાં ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે ગુરુવારે (૨૮ ડિસેમ્બર) કહ્યું હતું કે ભારત ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે આગામી પાંચ વર્ષમાં ૫૦ ઉપગ્રહો લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
તેમણે જણાવ્યું હતું કે, આમાં સૈનિકોની હિલચાલ પર નજર રાખવાની અને હજારો કિલોમીટરના વિસ્તારની તસવીરો લેવાની ક્ષમતા સાથે વિવિધ ભ્રમણકક્ષામાં ઉપગ્રહોના સ્તરની રચનાનો સમાવેશ થશે. ઇન્ડિયન ઇÂન્સ્ટટ્યૂટ આૅફ ટેક્નોલોજી (IIT) બોમ્બેની વાર્ષિક વિજ્ઞાન અને તકનીકી ઇવેન્ટ ટેકફેસ્ટને સંબોધતા સોમનાથે જણાવ્યું હતું કે ફેરફારોની જાણકારી મેળવવા, ડેટાનું વિશ્લેષણ કરવા, A1-સંબંધિત અને ડેટા આધારિત પ્રયત્નો કરવા માટે ઉપગ્રહોની ક્ષમતાને વધારવી મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે એક મજબૂત રાષ્ટ્ર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે તેના ઉપગ્રહ કાફલાનું વર્તમાન કદ પૂરતું નથી અને તે “આજે છે તેના કરતા દસ ગણું” હોવું જોઈએ.
તેમણે કહ્યું કે સ્પેસશીપ દેશની સરહદો અને પડોશી વિસ્તારો પર નજર રાખવામાં સક્ષમ છે. ઈસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે, અમે આગામી પાંચ વર્ષમાં ૫૦ ઉપગ્રહોને આખરી સ્વરૂપ આપવા માટે એસેમ્બલ કર્યા છે અને તેને આગામી પાંચ વર્ષથી વધુ સમયમાં આ વિશેષ ભૌગોલિક-ઈન્ટેલિજન્સ કલેક્શનની સહાય કરવા મામલે ભારત માટે મોકલવવામાં આવી રહ્યા છે. જો ભારત આ સ્તર પર સેટેલાઇટ મોકલી શકે છે તો દેશ સામે આવનારા ખતરાને સારી રીતે ઘટાડી શકાય છે.
બીજી તરફ ભારતનું સૌર મિશન તેના સૌથી મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર પહોંચી ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વડા એસ સોમનાથે ગુરુવારે આદિત્ય L૧ મિશન પર એક મોટું અપડેટ આપ્યું હતું. તેમણે કહ્યું કે આદિત્ય L૧ ૬ જાન્યુઆરીએ સાંજે ૪ વાગ્યે ન્૧ (લેગ્રેન્જ ૧) બિંદુ પર હેલો ભ્રમણકક્ષામાં પહોંચશે. તેમણે કહ્યું કે અવકાશયાનને ભ્રમણકક્ષામાં પ્રવેશ કરાવવા માટે આદિત્ય L૧ના એન્જિનને ખૂબ જ નિયંત્રિત રીતે સંચાલિત કરવામાં આવશે.ss1