વિશ્વના સૌથી મોટા ડેમથી ભારતને અસર નહીં થાયઃ ચીન
બેઇજિંગ, ચીને તિબેટમાં ભારતીય સરહદે બ્રહ્મપુત્ર નદી પર વિશ્વનો સૌથી મોટો ડેમ બાંધવાની તેની યોજનાનો પુનરોચ્ચાર કર્યાે છે. જોકે ચીને જણાવ્યું હતું કે, આ આયોજિત પ્રોજેક્ટ સખત વૈજ્ઞાનિક ચકાસણીમાંથી પસાર થયો છે અને તેથી નીચેના દેશો ભારત અને બાંગ્લાદેશ પર તેની કોઈ નકારાત્મક અસર થશે નહીં.
ચીને વિવિધ ચેનલો થકી ભારતને ડેમ અંગેની વિગતો જણાવવાની ખાતરી આપી છે. આશરે ૧૩૭ અબજ ડોલરના અંદાજિત ખર્ચ સાથેનો ચીનનો આ મહાકાય પ્રોજેક્ટ પર્યાવરણીય રીતે અત્યંત સંવેદનશીલ એવા હિમાલયના પ્રદેશમાં ટેક્ટોનિક પ્લેટની સરહદ નજીક છે જ્યાં ધરતીકંપ વારંવાર આવે છે.
આ પ્રોજેક્ટથી એક મોટું જોખમ રહેલું છે. જોકે ચીન તે માનવા તૈયાર નથી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેનાથી વિપરિત, તે ડાઉનસ્ટ્રીમ આપત્તિ નિવારણ અને ચોક્કસ હદ સુધી આબોહવા પરિવર્તનની પ્રતિક્રિયા માટે અનુકૂળ રહેશે.
હાલમાં સુલિવન ભારતની મુલાકાતે છે ત્યારે ચીને બીજી વખત સૂચકરીતે નિવેદન કર્યું છે. ઉલ્લેખનીય છે કે ચીને યાર્લુંગ ઝેન્ગ્બો નામની બ્રહ્મપુત્ર નદી પર એક ડેમ બાંધવાની યોજનાને ગત મહિને બહાલી આપી હતી. યોજના મુજબ, વિશાળ ડેમ હિમાલયના એક વિશાળ ઘાટ પર બાંધવામાં આવશે આ વિસ્તારમાં બ્રહ્મપુત્ર નદી અરુણાચલ પ્રદેશ અને પછી બાંગ્લાદેશમાં વહેવા માટે એક મોટો યુ ટર્ન લે છે.
એવી આશંકા છે કે આ ડેમ બાંધવાથી નદીનું વહેણ બદલાઇ શકે છે. ભારતે આ ડેમ સામે વાંધો દર્શાવ્યો છે અને આ હિલચાલ પર નજર રાખી રહી છે.SS1MS