ભારત હવે ચીનની સીસીટીવી કંપનીઓ પર પ્રતિબંધ મુકશે
નવી દિલ્હી, ઈઝરાયેલે હિઝબુલ્લાહના પેજર અને વોકીટોકી પર કરેલા હુમલા પછી દુનિયાના અનેક દેશોએ પોતાની સુરક્ષા વ્યવસ્થાને લઈને સમીક્ષા કરવા મજબૂર થવું પડ્યું છે.
આ દરમિયાન, હવે ભારત સરકાર જલદી જ દેશમાં ચીન ઉત્પાદિત દેખરેખના ઉપકરણો(સીસીટીવી વગેરે)ના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહી છે.
કેન્દ્ર સરકાર સ્થાનિક વિક્રેતાઓને પ્રોત્સાહન આપવા માટે સીસીટીવી માર્કેટમાં નવી ગાઈડલાઈન્સ ઝડપથી લાગુ કરવાની યોજના બનાવી રહી છે. લેબનાનમાં પેજરમાં વિસ્ફોટોને ધ્યાનમાં રાખીને ભારત સરકાર સપ્લાય ચેઈન પર ઊંડાણપૂર્વક નજર રાખશે.
એક રિપોર્ટ પ્રમાણે ભારતની નવી નીતિ આઠમી ઓક્ટોબરથી અમલમાં આવી શકે છે, જેનાથી ચીનની કંપનીઓને બજારમાંથી બહાર કરી ભારતીય કંપનીને ફાયદો પહોંચડાશે.
આ વર્ષે માર્ચ અને એપ્રિલમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ લેબનાન વિસ્ફોટો પછી સુરક્ષા પર વધી રહેલા ફોકસની સાથે, આ ગાઈડલાઈન્સને ઝડપથી લાગુ કરવામાં આવી રહી છે. સરકાર સીટીટીવી કેમરાઓ પર ગાઈડલાઈન્સને ઝડપથી લાગુ કરવાની તૈયારી કરી રહી છે.
નવા નિયમ ફક્ત વિશ્વસનીય સ્થાનોથી કેમેરાના વેચાણ અને ખરીદીની મંજૂરી આપશે.આ રિપોર્ટમાં કાઉન્ટરપોઈન્ટ રિસર્ચના એક નિષ્ણાતના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે વર્તમાનમાં સીપી પ્લસ, હિકવિજન અને દહુઆ ભારતીય બજારમાં ૬૦ ટકાથી વધુ હિસ્સાને કંટ્રોલ કરે છે. આ રિપોર્ટ અનુસાર, તાજેતરમાં ભારત સરકારે ચીનના સીસીટીવી ઉપકરણોના ટેન્ડર અસ્વીકાર કરવાનું શરુ કરી દીધું છે.SS1MS