Western Times News

Gujarati News

ભારત 2040 સુધી ચંદ્ર ઉપર માણસ મોકલશે

નવી દિલ્હી, ઈસરોએ આપેલ માહિતી અનુસાર, ગગનયાન મિશન માટેની પહેલી ફ્લાઈટ ૨૧ ઓકટોબરે ઉડાન ભરશે. આ ઉડાના પહેલા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના અવકાશ સંશોધન પ્રયાસોના ભાવિની રૂપરેખા આપવા માટે એક ઉચ્ચ-સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી.

આ બેઠકમાં ઈસરો ચીફ ઉપરાંત અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઈસરોના ચીફે પીએમ મોદીને મિશન સાથે જાેડાયેલી ઘણી માહિતી આપી.આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના ચીફને અવકાશ મિશનને લઈ લક્ષ્યો આપ્યા હતા.

ઈસરોને ૨૦૩૫ સુધીમાં ભારતીય સ્પેસ સ્ટેશન અને ૨૦૪૦ સુધીમાં ચંદ્ર પર માણસ મોકલવા માટેનું લક્ષ્ય આપવામાં આવ્યું છે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસરોના વૈજ્ઞાનિકોને શુક્ર ઓર્બિટર મિશન, માર્સ લેન્ડર પર કામ કરવા પણ કહ્યું હતુ. આ દરમિયાન ઈસરોએ કહ્યું હતું કે, ચંદ્ર પર વધુ સંશોધન માટેનો રોડમેપ તૈયાર કરશે.

આમાં ચંદ્રયાન મિશનની શ્રેણી, નેક્સ્ટ જનરેશન લૉન્ચ વ્હીકલ (એનજીએલવી)નો વિકાસ, નવા લૉન્ચ પેડનું નિર્માણ, માનવ-કેન્દ્રિત પ્રયોગશાળાઓની સ્થાપના અને સંબંધિત તકનીકોનો સમાવેશ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.