ઇન્ડિયન ૨: ભ્રષ્ટાચારનું નામો નિશાન મિટાવવાના મિશન પર કમલ હસન
મુંબઈ, કમલ હસનની ફિલ્મ ‘ઇન્ડિયન’ પછી દર્શકો આતુરતાપૂર્વક ‘ઇન્ડિયન ૨’ની રાહ જોતાં હતાં. ‘ઇન્ડિયન ૨’નું ટ્રેલર લોન્ચ થતાની સાથે કમલ હસને દર્શકોના દિલ જીતી લીધાં છે અને કમલ હસન હવે ફરી એક વખત આ ફિલ્મથી ધૂમ મચાવવા તૈયાર છે. ટ્રેલરમાં કમલ હસન ૨૮ વર્ષ પછી પોતાના સ્વતંત્રસેનાનીના રૂપમાં પાછા ફરી રહ્યા છે. તેઓ ફરી એક વાર દેશના ભ્રષ્ટાચારીઓનો ખાતમો કરતાં દેખાય છે.
ફિલ્મના ટ્રેલર પરથી ફિલ્મની કહાનીની ઝલક મળે છે, તે મુજબ દર્શકો ગંભીર સામાજિક મુદ્દાઓ પર સ્ટાઇલિશ અને ભવ્ય કમર્શીયલ મનોરંજન આપે તેવી ફિલ્મ છે. આ અંગે ઘણા દર્શકોએ કમલ હસન તેમજ ફિલ્મના ડિરેક્ટર શંકરના વખાણ પણ કર્યા છે.
‘ઇન્ડિયન ૨’ના ટ્રેલરમાં કમલ હસન પોતાની સિગ્નેચર વર્મા ક્લાઈ માર્શલ આર્ટ સાથે આધુનિક સ્ટંટ કરતા દેખાય છે. સાથે ભ્રષ્ટાચાર પર આધારિત મનોરંજક સ્ટોરી હોવાનું પણ જણાય છે. આ ફિલ્મની એક્શન સિક્વન્સ હાઇ ઓક્ટેન થ્રિલર અને સસ્પેન્સથી ભરપૂર છે.
આ ફિલ્મની વાર્તા વીરશેખરન સેનાપતિ નામના એક સ્વતંત્રતા સેનાનીની આસપાસ ફરે છે, જે સિસ્ટમમાં રહેલાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની દરેક શક્ય કોશિશ કરે છે.કમલ હસનના આ ટ્રેલરને દર્શકોએ તાજેતરમાં રિલીઝ થયેલાં સૌથી સારી થ્રિલર ફિલ્મોમાંનું એક ગણાવ્યું છે.
‘૨.૦’ અને ‘અન્નિયન’ જેવી હિટ ફિલ્મો માટે જાણીતા શંકરે ‘ઇન્ડિયન ૨’નું ડિરેક્શન કર્યું છે. જ્યારે કમલ હસન તેમાં વીરશેખરન સેનાપતિની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ ૧૯૯૬ની તમિલ બ્લોકબસ્ટર ‘ઇન્ડિયન’ની સિક્વલ છે. આ ફિલ્મ ૧૨ જુલાઈના રોજ રિલીઝ થશે. જેમાં કમલ હસન સાથે કાજલ અગ્રવાલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષામાં રિલીઝ થશે.SS1MS