ભારતીય એકાઉન્ટન્ટ્સ ઉદ્યોગ સાહસિકતાનો મજબૂત જુસ્સો ધરાવે છે; 63 ટકાની નજર સ્ટાર્ટઅપ પર છેઃ ACCA

મોટાભાગના ભારતીય એકાઉન્ટન્ટ્સ એકાઉન્ટન્સીને ઉદ્યોગ સાહસિકતા માટે એક લોંચપેડના સ્વરૂપમાં જુએ છે, જે પૈકી 80 ટકા બે વર્ષમાં જ કરિયર બદલવાની યોજના ધરાવે છે.
એસીસીએ (એસોસિએશન ઓફ ચાર્ટર્ડ સર્ટીફાઈડ એકાઉન્ટન્ટ્સ)ના તાજેતરના વાર્ષિક ગ્લોબલ ટેલેન્ટ ટ્રેન્ડ્સ સર્વે 2025એ નોકરીદાતાઓને એકાઉન્ટન્સી અને ફાયનાન્સ ક્ષેત્રના વ્યવસાયિકો વચ્ચે બદલાઈ રહેલ દ્રષ્ટિકોણ અંગે સાવચેત કર્યાં છે અને આ અંગે ખાસ દ્રષ્ટિકોણ રજૂ કર્યો છે કે લોકો કામના સ્થળો પર તેમના જીવન તથા ભવિષ્યની કરિયર સંબંધિત મહત્વકાંક્ષા અંગે કેવો અહેસાસ કરી રહ્યા છે.
હવે અમારા ત્રીજા વર્ષમાં તે વિશ્વભરમાં અકાઉન્સી તથા આર્થિક બાબતોના વ્યવસાયિકોનો સૌથી મોટો વાર્ષિક પ્રતિભા સર્વે છે. ભારત સહિત વિશ્વના 175 દેશના 10 હજારથી વધારે વ્યક્તિએ કરિયર સંબંધિત તેમની મહત્વકાંક્ષા, હાઈબ્રિડ વર્કિંગ તથા સમાવેશી પદ્ધતિઓથી લઈ અપસ્કિલિંગ, માનસિક સ્વાસ્થ તથા રોજગાર સંબંધિત મુદ્દે અમારા દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વેક્ષણમાં યોગ્ય પ્રતિભાવો આપ્યા હતા.ઈન્ડિયા ટેલેન્ટ ટ્રેન્ડ્સ 2025ના અહેવાલે દેશભરમાં કરવામાં આવેશ સંશોધન અંગે વિગતવાર માહિતી આપી છે.
ઘણાબધા ઉત્તદાતાઓએ ઔદ્યોગિક મહત્વકાંક્ષા તથા કૌશલ માટે એકાઉન્ટન્સીને ગેટવે તરીકે ગણાવેલ છે. 63 ટકા ઉત્તરદાતાનું કહેવું છે કે તેઓ ઉદ્યોગ સાહસિકતા માટે કારકિર્દી સંબંધિત મહત્વકાંક્ષા ધરાવે છે, જે એ બાબતને સ્પષ્ટ કે છે કે ઘણાબધા લોકો અકાઉન્ટન્સીને ભવિષ્યમાં પોતાના વ્યવસાય માટે એક પ્રાકૃતિક આધારના સ્વરૂપમાં જુએ છે. આ નોકરીદાતા માટે સારા સમાચાર હોઈ શકે છે કે અનેક આર્થિક અને વ્યવસાયિક નોકરીઓમાં અકાઉન્ટન્ટ્સ માટે તેમની ઉદ્યોગ સાહસિકતાની માનસિકતાનો ઉપયોગ કરવાની જરૂર સતત વધી રહી છે, જ્યાં વ્યવસાયિકતા અને નવીનિકરણ જેવા કૌશલ બહૂમૂલ્ય ગુણ છે.
એસીસીએ, ડિરેક્ટર–ઈન્ડિયા શ્રી એમડી. સાજીદ ખાને જણાવ્યું કે ‘ આ વર્ષના ગ્લોબલ ટેલેન્ટ ટ્રેન્ડ્સના અહેવાલમાં ભારતીય ફાયનાન્સ પ્રોફેશન માટે એક અત્યંત મહત્વની ક્ષણ અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. નોંધપાત્ર રીતે 63 ટકા વ્યવસાયિક ઉદ્યોગ સાહસિક બનવાની મહત્વકાંક્ષા ધરાવે છે અને 75 ટકા હાઈબ્રિડ વર્કના વિકલ્પોને પ્રાધાન્યતા આપી રહ્યા છે, આ બાબત સ્પષ્ટ છે કે ટેલેન્ટ એટલે કે પ્રતિભાની પ્રાથમિકતા ખૂબ ઝડપથી બદલાઈ રહી છે.
આ સાથે જ વધી રહેલી સંખ્યામાં લોકો ખાસ કરીને ભારત જેવા ઉભરી રહેલા બજારોથી પણ આગળ કામ કરવાની ઈચ્છા ધરાવે છે, અને 85 ટકા ઉત્તરદાતા અન્ય દેશમાં કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આ આંતરિક વિચારો નોકરીદાતાઓ માટે વર્કપ્લેસ કલ્ચરની પુનઃકલ્પના કરવાની તાત્કાલિક જરૂરિયાતને દર્શાવે છે, જે સાનુકૂળતાને વધારે પ્રોત્સાહન આપે છે, મહત્વકાંક્ષાને પોષણ આપે છે તથા આંતરિક વિકાસ માટે માર્ગને સ્પષ્ટ કરે છે. જેઓ પોતાના લોકોની ઉભરતી જરૂરિયાતોને સાંભળે છે, તેમા પરિવર્તન લાવે છે તથા તેમા રોકાણ કરે છે તેઓ સ્પર્ધકો વધારે ઝડપથી સ્પર્ધાત્મક માહોલમાં નેતૃત્વ કરવા માટે સૌથી સારી સ્થિતિમાં રહેશે.’
ભારતમાંથી આ વર્ષે ચાવીરૂપ નીચે દર્શાવેલ બાબત ઉભરી રહી છેઃ
- 63 ટકા લોકો અકાઉન્ટન્સીને પોતાના વ્યવસાયને ચલાવવા માટે એક સ્પ્રિંગબોર્ડ સ્વરૂપમાં જુએ છે. આ ઉદ્યોગ સાહસિકતાની માનસિકતાને નોકરીદાતાઓ દ્વારા વધારે મહત્વ આપવામાં આવે છે.
- ટકાઉપણા સંબંધિત કરિયરની માંગ ઘણી વધારે છે, અને 74 ટકા લોકો પર્યાવરણ સંબંધિત મુદ્દા પર કેન્દ્રીત અકાઉન્ટન્સી કરિયર બનાવવામાં રસ ધરાવે છે. વૈશ્વિક સ્તર પર બોર્ડ લેવલથી નીચેના 48 ટકા વ્યાપક નેતૃત્વ ભૂમિકાઓ તથા આર્થિક બાબતોમાં મિડલ મેનેજમેન્ટની ભૂમિકામાં 35 ટકામાં વર્તમાન સમયમાં સ્થિરતા સંબંધિત જવાબદારીનો સમાવેશ થાય છે.
- રોજગારી મેળવવાને લગતો વિશ્વાસ ઊંચો છે, 80 ટકા લોકો આગામી બે વર્ષમાં નોકરી બદલવાની આશા ધરાવે છે અને 67 ટકા લોકોને આશા છે કે તેમની હવે પછીની કરિયરલક્ષી ભૂમિકા તેમની વર્તમાન સંસ્થાની બહાર હશે–જે નોકરીદાતા માટે નોંધપાત્ર પડકાર છે.
- આશરે 75 ટકા લોકો હાઈબ્રિડ વર્કિંગ એરેન્જમેન્ટ ઈચ્છે છે, તેમ છતાં 41 ટકા ઉત્તરદાતા ઓફિસમાં સંપૂર્ણ સમય માટે કામ કરી રહ્યા છે.
- વૈવિધ્યતાને લગતી ચિંતાની યાદીમાં જૂના કર્મચારીઓની ઓળખ એટલે કે માન્યતા સૌથી ઉપર છે, 55 ટકા ઉત્તરદાતાનું કહેવું છે કે તેમની સંસ્થા અન્યની તુલનામાં વિવિધતાના કેટલાક પાસા પર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે.
- જીવન–નિર્વાહ ખર્ચની કટોકટી અમારા ‘વર્કપ્લેસ ફિયર‘ સાથે ઈન્ડેક્સમાં મોખરાના સ્થાન પર છે, જેમાં 67 ટકા ઉત્તરદાતાએ આગામી વર્ષે પગાર વધવાની આશા છે.
- 54 ટકા ઉત્તરદાતાઓને ચિંતા છે કે ભવિષ્યના વર્કપ્લેસ માટે કૌશલ વિકાસની કોઈ જ જરૂર નથી અને 37 ટકા ઉત્તરદાતાનું કહેવું છે કે તેમની સંસ્થા એઆઈ-સંબંધિત કૌશલનો અભ્યાસ કરવા માટે પૂરતી તકો આપી રહી છે.
- માનસિક સ્વાસ્થ સૂચકાંકમાં અગાઉના વર્ષોની તુલનામાં ડેટામાં થોડો સુધારો થયો છે, જોકે સ્થિતિ હજુ પણ પડકારજનક જ છે, કારણ કે 51 ટકા ઉત્તરદાતાનું માનવું છે કે કામના દબાણને લીધે તેમના માનસિક સ્વાસ્થ પર પ્રતિકૂળ અસર થાય છે.
- ‘સાઈડ હસ્ટલ‘ વધી રહેલ છે. તમામ જનરેશનના 32 ટકા ઉત્તરદાતાનું સૂચન છે કે તેઓ હવે તેમના મુખ્ય કામ ઉપરાંત વધારાની રોજગારીમાં લાગેલ છે-જોડાયેલ છે અને રિટેન્શનની બાબતમાં નોકરીદાતાઓ માટે વધુ એક પડકાર છે.
- એકાઉન્ટન્સી વૈશ્વિક કરિયર માટે એક બહૂમૂલ્ય પાસપોર્ટ બનેલ છે, જેમાં 85 ટકા ભારતીય ઉત્તરદાતાએ તેમની કરિયર માટે કોઈને કોઈ તબક્કામાં વિદેશમાં કરિયરની તકો શોધવાની ઈચ્છા પૂરી કરી છે.
એસીસીએ ખાતે સ્કીલ, સેક્ટર્સ, ટેકનોલોજી બાબતના ગ્લોબલ હેડ જેમી લિયોન એફસીસીએના મતે ‘અમારા 2025ના ડેટા સતત વર્કપ્લેસમાં પરિવર્તનને દર્શાવે છે, જોકે આ વર્ષે ઉભરી રહેલા રસપ્રદ વિષયો પૈકી એક એ પણ છે કે કેવી રીતે તાલીમ પામેલ ઉદ્યોગસાહસિકતા કૌશલનું નિર્માણ કરવા માટે એક શાનદાર પ્રારંભિક કરિયર માર્ગ હોઈ શકે છે. તેમાં કોઈ શંકાને સ્થાન નથી કે તે કંઈક હસ્તક એ વાતને દર્શાવે છે કે કાર્યસ્થળ પર કરિયર સંબંધિત મહત્વકાંક્ષા કેવી રીતે બદલાઈ રહી છે.’