ભારતનું રક્ષા-સેના મંત્રાલય નોકરી આપવામાં વિશ્વમાં પ્રથમ
ભારતનું સંરક્ષણ મંત્રાલય ૨૯.૨ લાખ લોકોની નોકરીની આપવાની સાથે, તે વિશ્વમાં સૌથી મોટી નોકરીદાતા છે
નવી દિલ્હી, ભારતનું રક્ષા મંત્રાલય અને સેના મંત્રાલય નોકરીઓ અથવા રોજગાર આપવાના સંદર્ભમાં વિશ્વમાં પ્રથમ છે. આ મામલે અમેરિકા અને ચીન પણ પાછળ છે. આ દાવો જર્મની સ્થિત ‘સ્ટેટિસ્ટા’ ઈન્ફોગ્રાફિક દ્વારા કરવામાં આવ્યો છે. તે એક ખાનગી સંસ્થા છે, જે વિશ્વભરના વિવિધ આંકડા તૈયાર કરે છે અને બહાર પાડે છે.
સ્ટેટિસ્ટા-૨૦૨૨નો રિપોર્ટ જણાવે છે કે ભારતનું સંરક્ષણ મંત્રાલય ૨૯.૨ લાખ લોકોની નોકરીની આપવાની સાથે, તે વિશ્વમાં સૌથી મોટી નોકરીદાતા છે. તેમાં ત્રણેય સેનાના તમામ વિભાગોની નોકરીઓનો સમાવેશ થાય છે.
નોકરી આપવાના સંદર્ભમાં ભારતીય સંરક્ષણ મંત્રાલય પછી યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ આવે છે. પેન્ટાગોન સાથે જાેડાયેલી સંસ્થાઓમાં ૨૯.૧ લાખ લોકોને નોકરી આપવામાં આવી છે. સ્ટેટિસ્ટા રિપોર્ટ જણાવે છે કે ભારતનું સંરક્ષણ મંત્રાલય વિશ્વના સૌથી મોટા નોકરીદાતાઓની રેન્કિંગમાં ટોચ પર છે.
મંત્રાલયના કુલ કર્મચારીઓની સંખ્યા ૨૯.૨ લાખ છે. ત્રીજા સ્થાને ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ) છે. અહીં ૨૫ લાખ લોકોને નોકરી આપવામાં આવી છે. સ્ટેટિસ્ટાનો આ અહેવાલ આશ્ચર્યજનક નથી, કારણ કે વૈશ્વિક લશ્કરી ખર્ચ વધીને ૨૦૨૧માં ૨૧૧૩ અબજ ડોલર થઈ ગયો છે.
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઈપીઆરઆઈ)ના રિપોર્ટ અનુસાર, અમેરિકા, ચીન, ભારત, બ્રિટન અને રશિયા દુનિયાના પાંચ એવા દેશ છે જે સૈન્ય પર સૌથી વધુ ખર્ચ કરે છે. આ પાંચ દેશો મળીને કુલ વૈશ્વિક લશ્કરી ખર્ચમાં ૬૨ ટકા હિસ્સો ધરાવે છે.
અમેરિકાએ વર્ષ ૨૦૨૧માં સૈન્ય પર ૮૦૧ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો જ્યારે ચીને ૨૯૩ અબજ ડોલરનો ખર્ચ કર્યો હતો. ૭૬.૬ અબજ ડોલરના સંરક્ષણ ખર્ચ સાથે ભારત ત્રીજા ક્રમે છે.