ભારતીય સેનાએ ૩૬ સ્થળે પાકિસ્તાનના ૪૦૦ જેટલાં તુર્કિશ ડ્રોનનો ખાત્મો કર્યાે

નવી દિલ્હી, ભારતમાં હુમલા કરવાના મનસૂબા સાથે પાકિસ્તાને લેહથી માંડી સરક્રિક સુધીના ૩૬ વિસ્તારોમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યાે હતો. ભારતીય સેનાએ નાપાક હુમલાને નાકામ બનાવતા ૩૦૦થી ૪૦૦ ડ્રોન તોડી પાડ્યા હતા.
નાલાયકની તમામ સીમાઓ વટાવતા પાકિસ્તાન નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. સિવિલિયન પ્લેનમાં તૂર્કીએના ડ્રોન પાકિસ્તાન લવાયા હોવાના પુરાવા ભારતીય સૈન્યને મળ્યા છે. તૂર્કીએના ડ્રોને પાકિસ્તાનને ડ્રોન હુમલા જારી રાખવાની ક્ષમતા આપી છે.
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ શુક્રવારે જણાવ્યુ હતું કે, ભારતના ધાર્મિક સ્થળો પર પાકિસ્તાને હુમલા કર્યા છે અને હુમલા બાદની તેની હરકતો વધારે ધૃણાસ્પદ અને હાસ્યાસ્પદ છે. પાકિસ્તાને અમૃતસર ગુરુદ્વારા પર હુમલો કર્યાે હતો. ભારતમાં વાતાવરણ ડહોળવાના બદઈરાદે પાકિસ્તાને આ હુમલા માટે ભારતીય સેનાને જવાબદાર ઠેરવવા પ્રયાસ કર્યાે હતો, જે અત્યંત હાસ્યાસ્પદ છે.
પાકિસ્તાને ૮-૯ની રાત્રે ડ્રોન હુમલાથી ભારતીય શહેરો અને નાગરિકોને નિશાન બનાવવા પ્રયાસ કર્યાે હતો. કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે, કચ્છના સરક્રિકથી લેહ સુધીના ૩૬ ઠેકાણે ભારતીય સૈન્ય છાવણીઓ પર હુમલો કરવા પાકિસ્તાને ૩૦૦-૪૦૦ ડ્રોન મોકલ્યા હતા.
મોટાભાગના ડ્રોન હુમલાને તોડી પડાયા છે. ભારતે પાકિસ્તાનની ચાર એર ડિફેન્સ સાઈટ પર ડ્રોન હુમલા કર્યા હતા અને રડારનો નાશ કર્યાે હતો. પાકિસ્તાને ભારતની એર ડિફેન્સ સીસ્ટમની ક્ષમતા ચકાસવા માટે મોટા પાયે ડ્રોન હુમલા કર્યા હોવાનું અનુમાન છે.SS1MS