અટારી-વાઘા બોર્ડર પર ભારતીય સેનાના જવાનોએ જુસ્સો બતાવ્યો
નવી દિલ્હી, ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પંજાબના અમૃતસરમાં આવેલ અટારી-વાઘા બોર્ડર પર આયોજીત થતી બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં ફરી એક વાર દેશવાસીઓના હ્દયમાં દેશભક્તિની લહેર જોવા મળી હતી.
હાલમાં જ સામે આવેલા વીડિયોમાં ભારતીય અને પાકિસ્તાની સેનાના જવાનોના કદમતાલ કરતા જોવા મળ્યા હતા. સેરેમનીનો શુભારંભ ભવ્ય તિરંગાના ફરકાવતા થયો હતો, જેમાં સરહદ પર હાજર હજારો દર્શકોના દિલને ગર્વથી ભરી દીધું હતું.
ભારતીય સેનાના જવાનોની અનુશાસિત કતારબદ્ધ ચાલ, શાનદાર પોશાક અને અતૂટ ઉત્સાહે વાતાવરણને દેશભક્તિના રંગમાં રંગી દીધું હતું.
માર્ચ દરમ્યાન તેમને હાવભાવ, તેમની દ્રઢતા અને તેના ચહેરા પર દેશપ્રેમની ચમક તમામને મંત્રમુગ્ધ કરી રહી હતી. તો વળી પાકિસ્તાની સેનાના જવાનોએ પણ પોતાના જુસ્સો બતાવ્યો હતો. બંને સેનાના જવાનોની વચ્ચે અનુશાસિત માર્ચ અને ટકરાતા કદમતાલનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.
જે સૈન્ય શક્તિ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક હતું. સમારંભનું વિશેષ આકર્ષણ હતું પરેડની સાથે ચાલતા બેન્ડનું સંગીત. વીર રસના દમદાર ગીતોએ હવામાં જોશ ભરી દીધો અને દર્શકોનો ઉત્સાહ ચરમ પર પહોંચી ગયો હતો. સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાન હમારા.
વંદે માતરમ, જેવા દેશભક્તિના ગીતોએ આખા વાતાવરણને દેશપ્રેમથી ભરી દીધું હતું. જેવો આ સમારંભ સમાપ્ત થયો, બંને દેશના જવાનોએ એકબીજાને સલામી આપી અને ઉમળકાભેર હાથ મિલાવ્યા હતા.SS1MS