Western Times News

Gujarati News

ભારતીય કોસ્ટ ગાર્ડે ડીઆરઆઈ સાથે સંયુક્ત ઓપરેશનમાં 33 કિલો સોનાની દાણચોરીનો જથ્થો જપ્ત કર્યો

નવી દિલ્હી, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ દ્વારા પાક સ્ટ્રેટ (ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી સમુદ્રી સીમા)માં ફેંકી દેવામાં આવેલા ગેરકાયદે સોનાને શોધવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. શ્રીલંકાથી ગેરકાયદેસર રીતે ભારતમાં સોનું ઘૂસાડવામાં આવી રહ્યું હતું. Indian Coast Guard seizes 33 kg of smuggled gold in joint operation with DRI

ત્યારે દાણચોરોએ પેટ્રોલિંગ બોટને જાેતાં જ સોનું દરિયામાં ફેંકી દીધું હતું. બે દિવસ સુધી સમુદ્રમાં શોધખોળ કર્યા પછી કોસ્ટગાર્ડના ડાઈવર્સે ૧૧.૬ કિલો સોનું ગુરુવારે મંડપ પાસેના સમુદ્રના તળિયેથી શોધી કાઢ્યું છે. મંગળવારે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સને બાતમી મળી હતી કે તમિલનાડુના મન્નારના અખાતથી સોનાની દાણચોરી કરવામાં આવી રહી છે.

જે બાદ ડીઆરઆઈ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ઈન્ટરનેશનલ મેરિટાઈમ બાઉન્ડ્રી લાઈન પાસે તેમણે માછીમારી કરી રહેલી બોટ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. એ વખતે તેમને રજિસ્ટ્રેશન વિનાની એક બોટ પર શંકા ગઈ હતી. પેટ્રોલિંગ ટીમે જાેયું કે, ભાગવાનો પ્રયાસ કરતાં પહેલા આ બોટમાંથી ત્રણ શખ્સોએ કેટલાક બંડલ દરિયામાં ફેંકી દીધા હતા.

જાેકે, પેટ્રોલિંગ ટીમે આ શખ્સોને ઝડપી દીધા અને તેમણે ફેંકેલા બંડલ શોધવા માટે ડાઈવર્સને સમુદ્રમાં ઉતાર્યા હતા. પકડાયેલા ત્રણ શખ્સોએ આપેલી માહિતીને આધારે ડીઆરઆઈએ દક્ષિણ મંડપમના વેથાલઈ ગામ નજીક અન્ય એક બોટમાંથી બે શખ્સોની ધરપકડ કરી હતી. આ બોટમાંથી ૨૧.૩ કિલો સોનું મળી આવ્યું હતું.

ગુરુવારે સવારે ડાઈવરોએ દરિયામાંથી ૧૧.૬ કિલો સોનું શોધી કાઢ્યું હતું. એક બિસ્કિટનું ૧૧૬ ગ્રામ વજન હોય તેવા કુલ ૧૦૦ સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. તપાસનીશ અધિકારીઓનું કહેવું છે કે, સોના પરના માર્કિંગ પરથી ખ્યાલ આવે છે કે તેની બનાવટ દુબઈની છે. “બીજી એક બોટમાંથી મળી આવેલું ૨૧.૩ કિલો સોનું પીગળાવીને દાણચોરોએ અલગ અલગ સાઈઝની તેની પાટ બનાવી હતી.

ભારત અને શ્રીલંકા વચ્ચે દાણચોરી કરવા માટે તમિલનાડુનો દરિયાકાંઠો દાણચોરોનો મનપસંદ વિસ્તાર છે. અગાઉ નશીલા પદાર્થો તમિલનાડુ થઈને શ્રીલંકામાં સ્મગલ કરવામાં આવતા હતા.ઉપરાંત શ્રીલંકામાં આર્થિક મંદી શરૂ થઈ ત્યારથી દાણચોરો ડીઝલ, બીડીના પાન, ખાતર અને દવાઓ ત્યાં સ્મગલ કરી રહ્યા છે.

કસ્ટમ્સના એક ઓફિસરના જણાવ્યા અનુસાર, એરપોર્ટ પર સઘન તપાસ હાથ ધરવામાં આવતા હવે દાણચોરોએ ગલ્ફ દેશો અને દૂરના પૂર્વીય દેશોમાંથી શ્રીલંકા સુધી સોનું પહોંચાડવા માટે તમિલનાડુનો માર્ગ પસંદ કર્યો છે. ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં દાણચોરોએ ૧૭.૭૪ કિલો સોનું ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ઈન્ટરસેપ્ટર બોટને જાેતાં જ તેને દરિયામાં ફેંકી દીધું હતું. કોસ્ટ ગાર્ડ ડિપાર્ટમેન્ટે કુલ 32.689 કિલો સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત ૨૦ કરોડ રૂપિયા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.