Western Times News

Gujarati News

ભારતીય એમ્બેસીના ડ્રાઈવરે ઘાયલ વિદ્યાર્થીને ૭૦૦ કિમી દૂર સુધી પહોંચાડ્યો

કીવ, યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ભારતીય એમ્બેસીના ડ્રાઈવરની ઘણી પ્રશંસા થઈ રહી છે. આ ડ્રાઈવરે ગોળી વાગવાથી ઘાયલ થયેલા ભારતીય વિદ્યાર્થી હરજાેત સિંહને તમામ મુશ્કેલીઓ વચ્ચે કીવમાંથી સુરક્ષિત બહાર લઈને આવ્યો. ભારતીય એમ્બેસીએ ડ્રાઈવરના નામનો ખુલાસો નથી કર્યો.

Indian Embassy driver who successfully transferred Harjot over 700 km from Kyiv to Bodomierz border under dangers of shelling and constraints of fuel shortage, road blocks, detours and traffic jams.

બસ, એટલું જણાવ્યું છે કે, આ ડ્રાઈવરે હરજાેત સિંહ સુરક્ષિત ભારત પાછો જઈ શકે તે માટે તેને ગોળીબાર, ઈંધણની અછત, રોડ બ્લોક અને ટ્રાફિક જામ જેવી સમસ્યાઓ વચ્ચે કીવથી લગભગ ૭૦૦ કિલોમીટર દૂર પોલેન્ડ નજીકની બોર્ડોમિજ સરહદ સુધી પહોંચાડ્યો. હરજાેતને થોડા દિવસ પહેલા કીવમાં ગોળી વાગી હતી. તે પછીથી તેને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો.

હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી ભારતીય એમ્બેસીએ હરજાેતને ભારત મોકલવાની વ્યવસ્થા કરી. તેમાં સૌથી મોટી મુશ્કેલી ગોળીબાર વચ્ચે તેને પોલેન્ડ સરહદ સુધી પહોંચાડવાની હતી. ૭૦૦ કિલોમીટરના આ રસ્તા પર પણ રશિયા અને યુક્રેન વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે.

એ કારણે યુક્રેનમાં ઈંધણની પણ અછત થઈ ગઈ છે. યુક્રેન છોડવાની ઉતાવળને કારણે રસ્તા પર ટ્રાફિક વધવાથી ઠેર-ઠેર જામ લાગી ગયો છે. આ પડકારોને જાેતાં ભારતીય એમ્બેસીએ પોતાના જ એક ડ્રાઈવરને કારથી હરજાેતને પોલેન્ડ સરહદ સુધી છોડવાનો નિર્દેશ આપ્યો.
ભારતીય એમ્બેસીએ પોતાના ડ્રાઈવરની પ્રશંસામાં ટિ્‌વટ કરી છે. એમ્બેસીએ લખ્યું કે, અમે અમારા ડ્રાઈવરની પ્રશંસા કરીએ છીએ.

તેણે ગોળીબાર અને ઈંધણની અછત, રોડ બ્લોક અને ટ્રાફિક જામના ખતરા વચ્ચે કીવથી બોર્ડોમિજ સરહદ સુધી હરજાેતને સફળતાપૂર્વક પહોંચાડ્યો. કીવથી બોર્ડોમિજનું અંતર લગભગ ૭૦૦ કિમી છે. એમ્બેસીએ એમ પણ જણાવ્યું કે, હરજાેતને પોલેન્ડથી ભારતીય એર ફોર્સના સી-૧૭ ગ્લોબમાસ્ટર દ્વારા ભારત મોકલાયો છે. ઘાયલ હરજાેત સોમવારે દિલ્હી પહોંચી ગયો છે.

રશિયાના આક્રમણ પછીથી યુક્રેનનું હવાઈ ક્ષેત્ર ૨૪ ફેબ્રુઆરીથી બંધ છે. યુદ્ધ ગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીયોને રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડ જેવા યુક્રેનના પાડોશી દેશોના રસ્તે વિમાનથી સ્વદેશ પાછા લવાઈ રહ્યા છે.

હરજાેત સિંહ કીવથી નીકળવાના પ્રયાસમાં ૨૭ ફેબ્રુઆરીએ પોતાના દોસ્તો સાથે પશ્ચિમમાં આવેલા લવીવ શહેર માટે એક કેબમાં બેઠો હતો. આ દરમિયાન તેને ચાર ગોળીઓ વાગી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.