Western Times News

Gujarati News

2030 સુધીમાં જનરલ ઇન્શ્યોરન્સ પ્રિમીયમનો આંક રૂ. 3,91,216 કરોડને વટાવી દે તેવી શક્યતા?

ભારતમાં વીમા પ્રિમીયમ 2030 સુધીમાં 5000 અબજ રૂપિયાને વટાવી દે તેવી ધારણાઃ BIMTECH ઇન્ડિયા ઇન્શ્યોરન્સ રિપોર્ટ 2023

ગ્રેટર નોઇડા, ભારતની અગ્રણી બી-સ્કુલ્સમાં સ્થાન પામતી બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટ્રેઇનિંગ (BIMTECH) એ સૌ પ્રથમ વાર ઇન્શ્યોરન્સ ઇન્ડિયા રિપોર્ટ પ્રસિધ્ધ કર્યો છે. અહેવાલનાં મહત્વનાં તારણોમાંનું એક એ છે કે 20 વર્ષનાં ઐતિહાસિક ડેટાનાં આધારે વર્ષ 2030 સુધીમાં જનરલ ઇન્શ્યોરન્સ પ્રિમીયમનો આંક રૂ. 3,91,216 કરોડને વટાવી દે તેવી ધારણા છે.

જો કે, વર્ષ 2047 સુધીમાં દરેક ઘરમાં ફુલ ઇન્શ્યોરન્સ કવરેજ હાંસલ કરવાના હેતુથી હાથ ધરવામાં આવેલા નિયમનકારી સુધારા અને માર્કેટ પાર્ટિસિપન્ટ્સ તથા મધ્યસ્થીઓમાં અંદાજિત વધારાને જોતાં આદર્શ પ્રિમીયમ લેવલ વર્ષ 2030 સુધીમાં ઇન્ડસ્ટ્રીનું પ્રિમીયમ વોલ્યુમ રૂ. પાંચ લાખ કરોડને વટાવી દે તેવી ધારણા છે.

એનઆઇએ પૂણેના  પ્રો. સ્ટુઅર્ડ ડોસ અને BIMTECH ખાતે ડીન, (SW&SS),  પ્રોફેસર અને ચેરપરસન PGDM- (ઇન્શ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટ), પ્રો. અભિજીત કે ચત્તોરાજે હાથ ધરેલો અભ્યાસ વર્ષ 2001-2022 વચ્ચે જીઆઇ બિઝનેસની તમામ મહત્વની લાઇન્સ પર આધારિત છે.

આ રિપોર્ટ વસતિવિષયક પરિવર્તન, ગ્રાહક વર્તણુંકની સમજણ, નાણાકીય સાક્ષરતા અને માનસ પરિવર્તન, AI અને ML, વેલનેસ ઇન્શ્યોરન્સ, ઇન્શ્યોરન્સ ઇન્ટીગ્રેશન, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ગ્રોથ પ્રોજેક્શન, VRવીઆર, AR અને બ્લોકચેન એડોપ્શન, અને પેરામેટ્રિક ઇન્શ્યોરન્સ પર આધારિત છે.

BIMTECH ઇન્ડિયા ઇન્શ્યોરન્સ રિપોર્ટના એડિટર ડો. અભિજીત કે ચત્તોરાજે જણાવ્યું હતું કે, “ભારતમાં વૃધ્ધોની વસતિમાં વધારો થવાની ધારણા છે, 2040 સુધીમાં દેશની 20 ટકા વસતિ 60થી વધુ વર્ષની હશે. 2030માં મધ્યમ આવક અને ઊંચી આવક ધરાવતા પરિવારોમાં વૃધ્ધિને કારણે વીમાની માંગ વધશે. AI અને MLનાં વધતા જતા ઉપયોગને કારણે વીમા કંપનીઓને બદલાતા જતા જોખમ પરિમાણો અને ગ્રાહકોની જરૂર સમજવામાં મદદ મળશે.

2024-25 સુધીમાં રિસ્ક બેઝ્ડ કેપિટલ(RBC) ના અમલને કારણે રિસ્ક-બેઝ્ડ પ્રિમીયમ રેટ અને પ્રોડક્ટ ઇનોવેશન શક્ય બનશે. ગ્રાહકોમાં ડિજિટલનાં વધતા જતા ઉપયોગને કારણે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ અનુભવ અને ટેકનોલોજીનાં ઉપયોગને વેગ મળશે. B2C, B2B અને B2B2C જેવાં નવાં ઓનલાઇન ડિસ્ટ્રીબ્યુશન મોડલ્સ વૃધ્ધિનાં મહત્વનાં ચાલકબળો સાબિત થશે.”

BIMTECH ઇન્ડિયા ઇન્શ્યોરન્સ રિપોર્ટમાં ‘2047 સુધીમાં તમામ માટે વીમાનો લક્ષ્યાંક’ હાંસલ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. વીમા કંપનીઓ, બ્રોકર્સ, સર્વેયર્સ અને ઇન્શ્યોરટેક માટે મજબૂત સ્વ નિયમનકારી સંસ્થોની સ્થાપના જરૂરી છે. આ સંસ્થાઓ એવિએશન, ઓઇલ અને એનર્જી, જવાબદારી, ટ્રેડ ક્રેડિટ અને રાજકીય જોખમો જેવી બિઝનેસ લાઇનને વેગ આપી શકે છે, જેને “સામાન્ય પરચૂરણ કેટેગરી’માં વર્ગીકૃત કરવાને બદલે અલગ મોનિટરીંગ થશે.

આ ઉપરાંત, વીમા ઉદ્યોગ પર કેટલાંક પરિબળો અસર કરે છે અને તેનું ભાવિ બદલવાની મોટી ક્ષમતા ધરાવે છે જેમ કે, સાતત્યપૂર્ણ જાગૃતિ ઝૂંબેશ દ્વારા વીમા ગ્રાહકોની બદલાઈ રહેલી પ્રોફાઇલ, ખાસ કરીને કોવિડ-19 મહામારીને કારણે. બદલાતી જતી પ્રોફાઇલને કારણે વ્યક્તિગત જરૂરિયાતોને પહોંચી વળવા ખાસ તૈયાર કરેલી (કસ્ટમાઇઝ્ડ) વીમા પ્રોડક્ટ્સની જરૂર ઊભી થઈ.

વીમા બિઝનેસનાં વિસ્તરણ માટે અને વધી રહેલા વીમા પ્રસાર માટે મૂડી રોકાણ જરૂરી છે. અંદાજિત વૃધ્ધિને હાંસલ કરવા માટે ઉદ્યોગને મોટી સંખ્યામાં મધ્યસ્થીઓ અને વીમા કંપનીઓની જરૂર છે. ટેકનોલોજી મહત્વનું સાધન બની રહ્યું છે અને તેને કારણે અન્ડરરાઇટિંગ અને ક્લેમ્સ મેનેજમેન્ટ સંકલન વધી રહ્યું છે. નિયમનકારી અને સરકારી મદદને કારણે બિઝનેસ પ્રોસેસ સરળ બની છે, નિયમનકારી પાલન ઘટ્યાં છે અને ઇનોવેટિવ પ્રોડક્ટ લોંચ સરળ બન્યાં છે.

BIMTECHના ડિરેક્ટર અને BIMTECH ઇન્ડિયા ઇન્શ્યોરન્સ રિપોર્ટના જોઇન્ટ એડિટર હરિવંશ ચતુર્વેદીએ જનરલ ઇન્શ્યોરન્સ ઇન્ડસ્ટ્રીનાં વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, “નિયમનકાર દ્વારા સૂચિત ‘બિમા ટ્રિનીટી’ જેવી પહેલ વીમા બિઝનેસની વૃધ્ધિમાં મદદરૂપ અને ચાલકબળ બની શકે છે.

મ્યુચ્યુઅલ ઇન્શ્યોરન્સ કંપનીઓ દેશભરમાં માઇક્રો-ઇન્શ્યોરન્સને પ્રોત્સાહન આપવામાં અને સ્થાનિક સમુદાયને સહભાગી બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કસ્ટમર ઇન્ફોર્મેશન શીટ્સ (CIS) અને મેડિકલ ખર્ચ માટે 100 ટકા કેશલેસ સેટલમેન્ટ જેવી ગ્રાહક-કેન્દ્રી  પહેલ વિશ્વાસ નિર્માણ અને લાંબા ગાળાની વૃધ્ધિ સુનિશ્ચિત કરવા જરૂરી છે. આ પગલાં અને વિચારણા સફળ ભાવિની દિશામાં જનરલ ઇન્શ્યોરન્સ ઉદ્યોગને લઈ જવા માટે સામૂહિક રીતે સર્વગ્રાહી વ્યૂહ પૂરો પાડે છે.”

BIMTECHના ઇન્શ્યોરન્સ ઇન્ડિયા રિપોર્ટમાં સેબી અને એલઆઇસીના ભૂતપુર્વ ચેરમેન જી એન બાજપાઇ, ખૈતાન લિગલ એસોસિએટ્સના સિનીયર પાર્ટનર સકાતે ખૈતાન, બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ તપન સિંઘલ, ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર પોલિસી એક્સપર્ટ પ્રો. બેજોન કુમાર મિસ્રા, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમટેડના ભૂતપુર્વ મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ભાર્ગવ દાસગુપ્તા,

યુનિવર્સલ સોશિયલ પ્રોટેક્શન પર કામ કરી રહેલા નિવૃત્ત વિદ્વાન અને પ્રેક્ટિશનર ડૉ. ડેવિડ માર્ક ડ્રોર, એશિયન ડેવલપમેન્ટ બેન્ક ખાતે ફાઇનાન્સ સેક્ટર ઓફિસમાં કામ કરતા પ્રિન્સિપલ ફાઇનાન્સિયલ સેક્ટર સ્પેશ્યાલિસ્ટ અરૂપ ચેટરજી, સ્વિસ Re GBS સેન્ટર્સ ઇન્ડિયાના ડિરેક્ટર અને હેડ અમિત કાલરા, એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (AIT એક્સ્ટેન્શન)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વોરોવેટ કોનલસિન જેવી વીમા ઉદ્યોગની અગ્રણી હસ્તીઓને સાંકળવામાં આવી છે.

અહેવાલમાં વીમા ક્ષેત્રમ માટે નિયમનકારી સુધારા સૂચવવામાં આવ્યા છે, અને ઇન્સ્યોરન્સ બિઝનેસ મેનેજમેન્ટમાં PGDM પ્રોગ્રામ સાથે વીમા શિક્ષણની દિશામાં BIMTECHની પ્રતિબધ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.