ભારતીય હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો
પહેલવાન અમન સહરાવતની સેમિફાઇનલમાં એન્ટ્રી
(એજન્સી)પેરિસ, ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે. હરમનપ્રીત સિંહની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ સ્પેનને ૨-૧થી હરાવ્યું છે. ભારત તરફથી બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા. ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ગોલકીપર પી. શ્રીજેશ માટે આ મેચ ખૂબ જ ખાસ હતી.
આ તેની કારકિર્દીની છેલ્લી મેચ છે. ટીમ ઈન્ડિયાને પેરિસ ઓલિમ્પિકમાં આ ચોથો મેડલ મળ્યો છે. આ પહેલા તેને શૂટિંગમાં ૩ મેડલ મળી ચૂક્યા છે. સ્પેને છેલ્લા ક્વાર્ટરમાં પુનરાગમન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેને સફળતા ન મળી. છેલ્લી ઘડીમાં સ્પેનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો. પરંતુ ભારતના સ્ટાર ગોલકીપર શ્રીજેશે આસાનીથી બચાવ કર્યો હતો.
સ્પેને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા. પરંતુ ભારત જીત્યું. ટીમ ઈન્ડિયાએ આ મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઝજ્જરના પહેલવાને પરિસમાં કમાલનું પ્રદર્શન કરી બતાવ્યું છે. અમન સહરાવતે ૫૭ કિગ્રા કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે.
અમન સહરાવતે અલ્બાનિયાના પહેલવાનને ૧૨-૦થી હરાવ્યો હતો. આ જીતની સાથે જ અમન હવે મેડલથી એક ડગલુ દૂર છે. જો અમન સહરાવત સેમીફાઇલમાં જીતશે તો તે ફાઇનલમાં પહોંચતા પોતાનો સિલ્વર મેડલ પાક્કો થઈ જશે.