Western Times News

Gujarati News

લગભગ 10 વર્ષ બાદ ભારતના કોઈ લીડર પાકિસ્તાનની મુલાકાત જશે

(એજન્સી)નવી દિલ્હી, શાંઘાઈ સહયોગ સંગઠનની બેઠકમાં ભારત પણ ભાગ લેશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેના માટે પાકિસ્તાન જશે. લગભગ ૧૦ વર્ષ બાદ ભારતના કોઈ લીડર પાકિસ્તાનની મુલાકાત લેશે. એસ જયશંકર વિદેશ મંત્રી તરીકે પહેલી વાર ઈસ્લામાબાદનો પ્રવાસ કરશે.

લાંબા સમયથી તેને લઈને વિચાર વિમર્શ ચાલી રહી હતી કે ભારત પાડોશી દેશ પાકિસ્તાનમાં યોજાનારી એસસીઓની બેઠકમાં ભાગ લેશે કે નહીં. હવે આખરે ભારતે તેમાં ભાગ લેવાનો નિર્ણય લીધો છે.

વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરતા શુક્રવારે જણાવ્યું કે, એસસીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી એસ જયશંકર કરશે.
પાકિસ્તાનમાં ૧૫થી ૧૬ ઓક્ટોબર સુધી જીર્ઝ્રંની બેઠક થવાની છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં ચીન અને રશિયા જેવા દેશ પણ ભાગ લેશે.

વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરતા જણાવ્યું કે, પાકિસ્તાનમાં વિદેશ મંત્રી એસ જયશંકરનો બાકીનો કાર્યક્રમ શું હશે, તેના વિશે બાદમાં જાણકારી આપવામાં આવશે. ભારત ઉપરાંત ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાખસ્તાન, કિર્ગિસ્તાન, તાઝિકિસ્તાન અને ઉઝ્બેકિસ્તાન જેવા દેશ સામેલ છે.

એસ જયશંકર પહેલા સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી તરીકે પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. તેઓ ‘હાર્ટ ઓફ એશિયા કોન્ફરન્સ’માં ભાગ લેવા ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. આ કોન્ફરન્સમાં કુલ ૧૪ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.