ઈન્ડિયન નેવી માટે ફ્રાન્સ પાસેથી ૨૬ રાફેલ ખરીદશે ભારત

(એજન્સી)નવી દિલ્હી, ભારતે ફ્રાન્સ પાસેથી ૨૬ રાફેલ મરીન ફાઇટર જેટ ખરીદવાના મેગા ડીલને મંજૂરી આપી દીધી છે. બંને દેશોની સરકારો ટૂંક સમયમાં ૬૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુના આ સંરક્ષણ સોદા પર હસ્તાક્ષર કરશે,
જે હેઠળ ભારતીય નૌકાદળને ૨૨ સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર રાફેલ મરીન જેટ મળશે. ડીલ પૂર્ણ થયા પછી રાફેલ મરીન એરક્રાફ્ટની ડિલિવરી ૨૦૨૯ ના અંતથી શરૂ થશે અને ૨૦૩૧ સુધીમાં ભારતીય નૌકાદળને બધા ૨૬ એરક્રાફ્ટ મળી જશે. આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની પ્રાઇવેટ એવિએશન કંપની દસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવશે.
આ રાફેલ-એમ વિમાનોને ૈંદ્ગજી વિક્રાંત અને ૈંદ્ગજી વિક્રમાદિત્ય જેવા વિમાનવાહક યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે. અત્યાર સુધી ભારતીય નૌકાદળના આ બંને જહાજો જૂના મિગ ૨૯-કે ફાઇટર પ્લેન સાથે તેમના મિશન પૂર્ણ કરે છે.
રાફેલ-એમ વિમાનોનો કાફલો જૂના થઈ રહેલા મિગ-૨૯કે વિમાનોના કાફલાનું સ્થાન લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોદા હેઠળ ૨૬ રાફેલ જેટ સિવાય ઓફસેટ જવાબદારીઓ હેઠળ આ વિમાનોના પાર્ટ્સનું નિર્માણ ભારતમાં કરવામાં આવશે. તે સિવાય ફ્રાન્સ કર્મચારીઓને તાલીમ પણ આપશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્્યોરિટીએ આ ડીલને મંજૂરી આપી દીધી છે. રાફેલ મરીન એ રાફેલ ફાઇટર એરક્રાફ્ટનું એક વર્ઝન છે જે એરક્રાફ્ટ કેરિયર્સ માટે રચાયેલ છે, જે તેના અદ્યતન એવિઓનિક્સ, વેપન સિસ્ટમ અને હવાઈ યુદ્ધમાં નિપુણતા માટે જાણીતું છે. રાફેલ-એમ વિમાનવાહક જહાજોથી હાથ ધરવામાં આવતા મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે,
જેમાં મજબૂત લેન્ડિંગ ગિયર, એરેસ્ટર હુક્સ અને શોર્ટ ટેક-ઓફ બટ એરેસ્ટેડ રિકવરી કામગીરી કરવા માટે મજબૂત એરફ્રેમ છે. તે એઈએસએ રડારથી સજ્જ છે, જે દુશ્મનને ઝડપથી અને સચોટ રીતે ઓળખવામાં મદદ કરે છે. સાથે જ સ્પેક્ટ્રા ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ પણ છે, જે જેટને છૂપાવવામાં, બચવામાં અને દુશ્મનના હુમલાથી બચાવવામાં મદદ કરે છે.