ઇન્ડિયન નેવીના વાઇસ એડમીરલે લીધી બ્રહ્માકુમારીઝ, ગાંધીનગરની વિશેષ મુલાકાત
ઇન્ડિયન નેવીના વાઇસ એડમીરલ ભ્રાતા એસ.એન.ઘોરમડે ૧૫ જુલાઇ, ૨૦૨૨, શુક્રવારે બ્રહ્માકુમારીઝ, શિવશક્તિ ભવન સેક્ટર.૨૮, ગાંધીનગર ખાતે સવારના મુરલી ક્લાસમાં પહોંચેલ. સેવાકેન્દ્ર સંચાલિકા આદરણીય રાજયોગીની કૈલાશ દીદીજીએ
ક્લાસમાં બ્રહ્માકુમારીઝના સર્વ નિયમિત સ્ટુડન્ટ– બ્રહ્માકુમાર ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં તેમનું આત્મસ્મૃતિનું તિલક કરી સ્વાગત અભિવાદન કરેલ અને શાલ ઓઢાડી, તુલસીનો છોડ ભેટ આપી સત્કાર-સન્માન કરેલ.
તેમણે જણાવેલ કે, મને ૨૦૧૧માં બ્રહ્માકુમારીઝના વૈશ્વિક મુખ્યાલય માઉન્ટ આબુમાં બ્રહ્માકુમારીઝના ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગ યોગનું શિક્ષણ પ્રાપ્ત થયેલ. જે સાયન્ટિફિક અને મારા જીવન માટે ખૂબ જ ઉપયોગી લાગતાં ત્યારથી હું બ્રહ્માકુમારીઝના સર્વ નિયમોનું જીવનમાં પાલન કરું છું.
રોજ સવારે ૩.૩૦ વાગેથી શરૂ થતો અમૃતવેળા યોગ અને સવારનો મુરલી ક્લાસ પણ નિયમિત કરું છું. મે મારા નેવી સ્ટાફ માટે પણ બ્રહ્માકુમારીઝ દ્વારા આપવામાં આવી રહેલ ભગવદ ગીતાના રહસ્યોના જ્ઞાન માટે ઓનલાઇન કાર્યક્રમ ગોઠવેલ.
આ પ્રસંગે માઉન્ટ આબુના આદરણીય રાજયોગીની ઉષાદીદીજી પણ ગાંધીનગરથી પસાર થતાં તેમની સાથે પણ મિલન મુલાકાત થયેલ. તેમણે ખૂબ જ પ્રેમ અને આદર ભાવ સાથે પ્રભુ પ્રસાદ સ્વીકાર કરેલ અને યાદગાર સ્વરૂપે તેમણે કૈલાશ દીદીજીને નેવી એબલેમ ભેટ કરેલ.