Western Times News

Gujarati News

ઈ‍ન્‍ડ‍િયન ઓઈલ ભારતમાં કોમન ઈન્‍ડેન રિફીલ બુકીંગ નંબર શરૂ કર્યો

અમદાવાદ : તહેવારોની મોસમને ઘ્‍યાનમાં રાખીને ઈ‍ન્‍ડ‍િયન ઓઈલ દ્વારા ભારતમાં કોમન ઈન્‍ડેન રિફીલ બુકીંગ નંબર શરૂ કરવામાં આવ્‍યો છે. એલપીજી રિફીલ્‍સ માટે કોમન બુકીંગ નંબર 77189 55555 છે. આ નંબર ગ્રાહકો માટે ચોવીસે કલાક કાર્યરત છે.

એસએમએસ અને આઈવીઆરએસ મારફતે આવેલા ઈ‍ન્‍ડ‍િયન ઓઈલનું એલપીજી રિફીલ બુકીંગનો કોમન નંબર ગ્રાહક સુવિઘાને ઉત્‍કૃષ્‍ટ બનાવવાનું આકર્ષ્‍ાક પગલું છે. જો ગ્રાહકો એક ટેલિકોમ સરકલમાંથી બીજી સરકલમાં જાય તો પણ આ નંબર યથાવત રહે છે.

હાલમાં ટેલિકોમ સરકલ આઘારિત ફોન નંબર તા. 31 ઓક્ટોબર 2020 મઘ્યરાત્રિથી બંઘ થઈ જશે અને 77189 55555 નંબર કાર્યાન્વિત થશે. ઈન્‍ડેન એલપીજી બુકીંગ ગ્રાહકોનાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ થઈ શકશે. એલપીજી રિફીલ બુકીંગ અને મોબાઈલ નંબર રજિસ્‍ટ્રેશનની રિવાઈઝડ ‍‍પ્ર‍ક્રિયા નીચે મુજબ છે.

અ. જો ગ્રાહકો નંબર ઈન્‍ડેન રેકોર્ડસમાં પહેલેથી નોંઘાયેલો હશે તો આઈવીઆરએસ દ્વારા 16 ડિજીટ કન્‍ઝયુમર આઇડી તૈયાર થશે. આ 16 ડિજીટ કન્‍ઝયુમર આઈડી ગ્રાહકમાં ઈન્‍ડેન એલપીજી ઈન્‍વોઈસીસ – કેશમેમોઝ – સબસ્‍ક્રીપ્‍શન વાઉચરમાં દર્શાવવાનો રહેશે. ગ્રાહક દ્વારા તેની સ્‍વીકૃતિ બાદ રિફીલ બુકીંગ સ્‍વીકારવામાં આવશે.

બ. જો ગ્રાહકનો મોબાઈલ નંબર ઈન્‍ડેન રેકોર્ડસમાં ઉપલબ્‍ઘ નહિં હોય તો ગ્રાહક દ્વારા 7ની શરૂઆત સાથે 16 ડિજીટ કન્‍ઝયુમર આઈડી એન્‍ટર કરવાથી મોબાઈલ નંબરનું એકવાર રજિસ્ટ્રેશન થઈ શકશે. આ પ્ર‍ક્રિયાનું આઈવીઆરએસ કોપી દ્વારા ઓથેન્‍ટીફીકેશન થશે. કન્‍ફર્મેશન થયા બાદ ગ્રાહકનો મોબાઇલ નંબર રજિસ્‍ટર્ડ થશે અને એલપીજી બુકીંગ સ્‍વીકારાશે. ગ્રાહકોનો આ 16 ડિજીટનો કન્‍ઝયુમર આઈડિને ઈન્‍ડેન એલપીજી ઈનવોઈસીસ – કેશ મેમોઝ – સબસ્‍ક્રીપ્‍શન્‍સ વાઉચરમાં દર્શાવવાનો રહેશે.

આ માટે https://cx.indianoil.in લોગઈન કરી શકાય છે. અથવા IndianOil ONE mobile app ડાઉનલોડ કરી શકાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.