કેનેડામાં ભારતીય મૂળના શિખ વ્યવસાયીની બેરહમીથી હત્યા

ઓટાવા, કેનેડાના મિસેસોગાનાં ઓન્ટોરિયો શહેરમાં એક શિખ વેપારીની બેરહમીથી હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરાખંડના બાજપુરના મૂળવતની મિસેસોગા રાજ્યનાં ઓન્ટોરિયોમાં એક સફળ વ્યાપારી હતા.
વધુમાં જાણવા મળ્યું છે કે કેટલાક સમયથી બળજબરીથી પૈસા પડાવવા માટે તેઓ ઉપર ફોન આવતા હતા. તેઓએ આ અંગે પોલીસને માહિતી પણ આપી હતી, પરંતુ પોલીસે કોઈ પગલાં લીધાં ન હતાં.બુધવારે હરજિતસિંહ પોતાની ઓફીસની બહાર બસની રાહ જોતા ઉભા હતા. તેઓ ઘરે જવા નીકળ્યા હતા.
તેવામાં અજાણ્યા હુમલાખોરોએ તેમની ઉપર ચાર ચાર ગોળીઓ છોડી હતી તેઓ ત્યાં જ ઢળી પડય હતા. હુમલાખોરો બાઈક ઉપર એક ક્ષણમાં રવાના પણ થઇ ગયા હતા.પોલીસે જણાવ્યું હતું કે હજી સુધી તે હત્યારાઓનો કોઈ પત્તો લાગ્યો નથી, કોઇની ધરપકડ પણ થઈ નથી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે હમણાં હમણાં પૈસા વસુલીના પણ અપરાધો વધી રહ્યા છે.
તેમજ નૃશંસ હત્યાઓની પણ ઘટનાઓ વધી રહી છે. ગયા મહીને હેમિલ્ટન શહેરમાં એક વિદ્યાર્થીની બસ સ્ટોપ પાસે હત્યા કરવામાં આવી હતી. ટૂંકમાં કેનેડામાં સામાન્ય માનવી વિશેષતઃ ભારતી વંશની વ્યક્તિઓ ઉપર સતત જોખમ તોળાઈ રહ્યું છે.SS1MS