Western Times News

Gujarati News

ભારતીય મૂળની મહિલા કેલિફોર્નિયા કોર્ટમાં જજ બની

નવી દિલ્હી, અમેરિકાની વસ્તીમાં માત્ર એક ટકા ભારતીય મૂળના લોકો છે. પરંતુ માત્ર આ એક ટકા રાજકારણથી લઈને અર્થતંત્ર અને ન્યાયતંત્ર સુધીની દરેક બાબતમાં નોંધપાત્ર પ્રભાવ ધરાવે છે.હવે ભારતીય મૂળની જયા બદિગાની કેલિફોર્નિયામાં જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

આ બાબત પણ ઘણી મહત્વની છે કારણ કે જયા બદિગા ભારતના તેલુગુ ભાષી રાજ્યમાંથી કેલિફોર્નિયામાં જજ બનનાર પ્રથમ વ્યક્તિ છે. જયા બદિગાને સેક્રામેન્ટો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.જયા બડિગાનો જન્મ આંધ્ર પ્રદેશના વિજયવાડામાં થયો હતો.

તેણે પોતાનો પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદમાં જ પૂર્ણ કર્યાે. તેણે હૈદરાબાદની ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી સાયકોલોજી અને પોલિટિકલ સાયન્સમાં બી.એ.ની ડિગ્રી મેળવી છે.તેણે આગળનો અભ્યાસ અમેરિકામાં કર્યાે. તેણે સાન્ટા ક્લેરા યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાંથી જ્યુરીસ ડોક્ટરની ડિગ્રી મેળવી.

આ સાથે તેણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ રિલેશન્સ અને ઇન્ટરનેશનલ કોમ્યુનિકેશનમાં એમએ કર્યું છે. વર્ષ ૨૦૦૯માં તેણે કેલિફોર્નિયા સ્ટેટ બારની પરીક્ષા પાસ કરી.

જયા બડિગાએ કેલિફોર્નિયામાં ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ કેર સર્વિસીસમાં સ્ટાફ કોન્સલ, એટર્ની સલાહકાર, મેનેજિંગ એટર્ની અને એટર્ની તરીકે સેવા આપી હતી. જજ બનતા પહેલા, તે સેક્રામેન્ટો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં કમિશનર પણ હતી.તેમના સિવાય કેલિફોર્નિયાના ગવર્નર ક્રિસ્ટોફર ન્યૂઝમે સુપિરિયર કોર્ટમાં વધુ ૧૮ જજોની નિમણૂક કરી છે.

આ જજોમાં અન્ય ભારતીય મૂળના રાજ સિંહ બધેશાનો પણ સમાવેશ થાય છે. રાજ સિંહ બધેશાને ળેસ્નો કાઉન્ટી સુપિરિયર કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બધેશા ફ્રેસ્નો કોર્ટમાં જજ બનનાર પ્રથમ શીખ છે. આ પહેલા, બધેશા ફ્રેસ્નોના સિટી એટર્ની ઓફિસમાં મુખ્ય સહાયક હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.