ઓસ્ટ્રેલિયામાં પોલીસની બર્બરતાથી ભારતીય મૂળનો યુવક કોમામાં સરી પડ્યો

કૌરે જણાવ્યું હતું કે, મેં ફક્ત ૧૯ સેકન્ડનો વીડિયો બનાવ્યો હતો
પતિ-પત્નીની ઉગ્ર તકરારને ઝઘડો સમજી પોલીસે ઘરેલુ હિંસા સમજીને પતિની ધરપકડ કરી હતી
કેનબરા,ભારતીય મૂળના ૪૨ વર્ષીય ગૌરવ કુંદીની ધરપકડ કરતા સમયે એડિલેડના પૂર્વ ઉપનગરમાં ઓસ્ટ્રેલિયાની પોલીસની ક્‰રતા સામે આવી છે. પોલીસ ભારતીય યુવકને જમીન પર પાડીને ગળાને ઘૂંટણથી દબાવી દીધો હતો, ત્યાર પછી યુવકને જીવન બચાવવા માટે તરફડવું પડ્યું હતું અને ગળામાં ગંભીર ઇજા થતાં તે કોમામાં સરી પડ્યો હતો.સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, ગૌરવ કુંદી વર્તમાનમાં રોયલ એડિલેડ હોસ્પિટલમાં છે અને માથામાં તથા ગળાની ગંભીર ઈજાની સાથે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. બે બાળકોના પિતા, ગૌરવના પરિવારના સભ્યોએ દાવો કર્યાે છે કે ગંભીર ઈજાને લીધે એ બેભાન થઈ ગયો છે. ગૌરવની પત્ની અમૃતપાલ કૌરે એક વીડિયો બનાવ્યો હતો, જેમાં પોતાના પતિને પેનહમ રોડ પર બળજબરીથી લઈ જતો જોઈ શકાય છે.
વીડિયોમાં ગૌરવ ચીસો પાડીને કહી રહ્યો છે કે મેં કશુંય ખોટું કર્યું નથી. જ્યારે તેની પત્ની પણ રડીને નિર્દાેષ હોવાનો દાવો કરી રહી છે. કૌરે જણાવ્યું હતું કે, મેં ફક્ત ૧૯ સેકન્ડનો વીડિયો બનાવ્યો, કારણ કે હું ગભરાઈ ગઈ હતી અને હું ગૌરવની સાથે જમીન પર બેસી ગઈ. હું કહેતી રહી કે એ ઠીક નથી. પ્લીઝ આવું ન કરો, બસ એમ્બ્યુલન્સ બોલાવો.વધુમાં કૌરે કહ્યું કે, ડોક્ટરોએ જણાવ્યું છે કે ગૌરવનું મગજ સંપૂર્ણપણે ડેમેજ થઈ ગયું છે. જો તેનું મગજ કામ કરશે તો કદાચ ભાનમાં આવી શકશે. આ ઘટનાને યાદ કરીને કૌરે એમ પણ કહ્યું કે ગૌરવની સાથે ઉગ્ર તકરાર કરતી હતી ત્યારે પોલીસે અમને જોઈ લીધા અને પોલીસે ઉતાવળમાં ઘરેલું હિંસાનો મામલો સમજી લીધો.
હું ગૌરવને એમ કહી રહી હતી કે તું અહીંયા શું કરી રહ્યો છે, ચાલ ઘરે પરત જઈએ, તું નશામાં છે. તારી તબિયત બરાબર નથી. આપણે ઘરે જઈએ. એટલે ગૌરવે મને ધક્કો માર્યાે, એટલે પોલીસને લાગ્યું કે ગૌરવે મારા હુમલો કર્યાે છે. પરંતુ પોલીસ ખોટી હતી. ગૌરવ ફક્ત ઉતાવળું બોલી રહ્યો હતો, બાકી કશુંય હતું નહી. ગૌરવની પત્નીએ વધુમાં કહ્યું કે, પોલીસે ક્‰ર રીતે તેની મારપીટ કરી હતી. એટલું તેનું મગજ ડેમેજ થઈ ગયું. તેની તબિયત બરાબર નથી અને તેના હૃદયમાં સમસ્યા પેદા થઈ છે. હું બસ બેઠી છું અને ભગવાનને પ્રાર્થના કરી રહી છું કે એ જલદી સ્વસ્થ થઈ જાય.SS1