Western Times News

Gujarati News

રક્ષામંત્રીએ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ કચ્છની મુલાકાત લીધી

File Photo

ભુજ, કચ્છ: ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે કચ્છની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી. તેમણે ભુજ એરબેઝ ખાતે દેશની ત્રણેય પાંખો (થલસેના, વાયુસેના અને નૌસેના)ના જવાનો અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

એરબેઝ ખાતે જવાનો સાથે મુલાકાત કર્યા બાદ રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ સ્થિત સ્મૃતિવન અર્થકવેક મ્યુઝિયમની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે સ્મૃતિવન ખાતેની વિવિધ ગેલેરીઓનું નિરીક્ષણ કર્યું હતું. મ્યુઝિયમ ખાતે તેમણે રિયલટાઈમ આપાતકાલીન સ્થિતિનો પણ અનુભવ કર્યો હતો, જ્યાં તેમને ભૂકંપ સમયે ઉદ્ભવતી પરિસ્થિતિઓનું પ્રત્યક્ષ દર્શન કરાવવામાં આવ્યું હતું.

રક્ષામંત્રીની મુલાકાતને ધ્યાનમાં રાખીને ભુજ શહેરમાં ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમની મુલાકાત દરમિયાન કચ્છની સરહદી સુરક્ષા અને વિકાસ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી હતી.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, રક્ષામંત્રીએ આ મુલાકાત દરમિયાન સરહદી વિસ્તારોમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું પણ નિરીક્ષણ કર્યું હતું અને સરહદ પર તૈનાત જવાનોનું મનોબળ વધારવા માટે તેમની સાથે વાતચીત કરી હતી.

ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામના પગલે સરહદી સુરક્ષાની સમીક્ષા કરવા અત્યંત મહત્વપૂર્ણ મનાતી આ મુલાકાત દરમિયાન રક્ષામંત્રીએ સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટેની રણનીતિ અંગે પણ ચર્ચા કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.