“સત્તા” માટે નેતાઓ ભારતમાં “રાજધર્મ” ભુલ્યા છે તેને લઈને દેશમાં સમસ્યાઓનો પણ વિકાસ થયો છે તેનું શું ?!
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/09/Supreme.jpg)
વૈશ્વિક લોકશાહી દેશોમાં બંધારણ એ “રાજધર્મ”નું અને અદાલતી સમીક્ષા દ્વારા “ન્યાય ધર્મ”નું પથદર્શક બને છે જયાં દરેક રાજય બિનસાંપ્રદાયિકતાને અનુસરે છે અને સુપ્રિમ કોર્ટ તેની ફરજ પાડે છે એ “ધર્મ” બને છે !!
તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટની છે ! બીજી ઈન્સેન્ટ તસ્વીર ભારતની સુપ્રિમ કોર્ટના એ ન્યાયાધીશોની છે જેને ‘દેશના બંધારણના આમુખ બંધારણની કલમ-૧૪, ૧૯ અને ૨૧ ના સંદર્ભમાં મહત્વપૂર્ણ ચૂકાદા આપ્યા છે જેમાં સુપ્રિમ કોર્ટના જસ્ટીસ શ્રી પતંજલી શાસ્ત્રી, જસ્ટીસ શ્રી પી. એન. ભગવતી, જસ્ટીસ શ્રી એ. કે. સીક્રી, જસ્ટીસ શ્રી જે. એસ. ખેહર, જસ્ટીસ શ્રી એન. વી. રમનાની છે’ આવા અનેક ન્યાયાધીશો છે જેમણે સુપ્રિમ કોર્ટ દ્વારા ‘ન્યાયધર્મ’ ઉજાગર કર્યાે છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર તથા માનદ્દ મદદનીશ ગઝાલા શેખ દ્વારા)
બ્રિટીસ રાજનિતિજ્ઞ પ્રો. ડાઈસી કહે છે કે, “બ્રિટનમાં કાયદાનું શાસન એ લોકશાહીનો “આત્મા” છે જયાં સુધી વ્યક્તિ કાયદાનો ભંગ ન કરે ત્યાં સુધી તે શિક્ષાપાત્ર ગણાય નહીં, કાયદા આગળ સર્વ સમાન છે ! બ્રિટીસમાં કાયદાનું શાસન, બ્રિટીસ બંધારણ અને ન્યાય પધ્ધતિનું લક્ષણ છે”!! દરેકને પોતાનો ધર્મ પાળવાનો અધિકાર છે ! જયારે અમેરિકામાં હકકોના ખત પત્ર દ્વારા અને બંધારણીય સુધારા દ્વારા લોકોના અધિકારોનો સ્વીકાર કરાયો છે !
જેમાં “ધાર્મિક સ્વાતંત્ર” નો સ્વીકાર કરાયો છે ! દરેક વ્યક્તિ પોતાના આત્માના અવાજ મુજબ “ધર્મ” પાળી શકે છે અને સમવાયી સરકાર (કેન્દ્ર સરકાર) અને રાજય સરકારો કોઈપણ પ્રકારની ધર્મ સંસ્થા (ચર્ચને) કે અન્ય પ્રકારની ધાર્મિક પ્રવૃત્તિ ન કરી શકે કે પ્રોત્સાહન ના આપી શકે તેમ અમેરિકામાં સ્વીકારાયું છે !
હવે પ્રજાસત્તાક ભારતના બંધારણની વાત કરીએ તો ભારતમાં બિનસાંપ્રદાયિકતાનો સ્વીકાર કરાયો છે એટલે કે, બંધારણની કલમ-૨૫ માં દરેક ધર્મના સમાન આદર અને રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે ! દરેક વ્યક્તિ પોતાના અંતરઆત્માના અવાજ મુજબ કોઈપણ ધર્મ પાળી શકે છે !
લોકશાહી રાજય વ્યવસ્થામાં બંધારણ અને કાયદાનું શાસનનો અમલ કરવાનો રાજધર્મ સરકારોએ નિભાવવાનો છે અને સરકાર બેદરકાર બને ત્યારે ભારતનું ‘ન્યાયતંત્રે’ ન્યાય ધર્મ અદા કરવાનો છે ! બંધારણની રચના કરો એ આ સિધ્ધાંતો દ્વારા સરકારો અને વહીવટી તંત્ર પર અંકુશ મુકયો છે ! આ ત્રિરંગાની શાન છે ! પણ સત્તા માટે દેશને નેતાઓ કયાં લઈ જઈ રહ્યા છે ?!
અમેરિકાના પ્રમુખ થોમસ જેફરસને કહ્યું છે કે, ‘ઈશ્વરે આપણને જીવન અને સ્વતંત્રતા બન્ને સાથે જ આપ્યા છે’!! અમેરિકાના મહાન વૈજ્ઞાનિક થોમસ એડિસને કહ્યું છે કે, ‘હું ધર્મશાસ્ત્રીઓના ઈશ્વરને માનતો નથી, હા એક સર્વાેચ્ચ સત્તા જરૂર છે અને તેમાં મને કોઈ શંકા નથી’!! આનો અર્થ એટલો જ કે બ્રહ્માંડના સર્જક અને સંચાલક છે ! જે ધાર્મિક માન્યતાથી ઉપરવટ છે ! સર્વશક્તિમાનીછે ! જેને દુનિયાએ “એક ઈશ્વર” તરીકે ઓળખે છે એ જ પુરતું છે !
ધર્મ પ્રમાણે ઈશ્વરને જોઈએ તો પછી બ્રહ્માંડની રચના કોણે કરી ?! માટે તો એકેશ્વરવાદ વિશ્વમાં બુÂધ્ધજીવીઓમાં વધુ પ્રચલિત છે ! દુનિયામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા દ્વારા શ્રી ક્રિશ્ને આપેલો ઉપદેશ વધુ ગ્રાહ્ય છે કે, કર્મ કરો એવું પામશો ! પોતાનો કર્તવ્ય ધર્મ ચૂકે એ દોષિત છે આ માન્યતા લગભગ બધે જ જોવાય છે ! ન્યાય, નિતિ, કર્તવ્યની બધાં ધર્માેને માન્ય છે ! તો ધર્મ વચ્ચે ઝઘડા “સત્તાના સિંહાસન વાંચ્છુકો” કરાવે છે !
ભારતની સુપ્રિમ કોર્ટ દ્વારા કરાતી અદાલતી સમીક્ષા ! દેશના બંધારણીય મૂલ્યોની રખેવાળી કરતા સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદા અને ન્યાયાધીશોએ પોતાના અંતરઆત્માનો અવાજ રજૂ કરીને લોકોને આપેલું સાતત્યપૂર્ણ માર્ગદર્શનથી દેશ ટકી રહ્યો છે ?!
ભારતની સુપ્રિમ કોર્ટની બંધારણીય ભૂમિકા અને મહત્વપૂર્ણ અવલોકનો એક દિવા દાંડીરૂપ ચૂકાદાને લઈને દેશ ટકી રહ્યો છે ! ભારતના બંધારણની કલમ-૧૨૪ દ્વારા ભારતની સુપ્રિમ કોર્ટ અÂસ્તત્વમાં આવી છે ! સુપ્રિમ કોર્ટ અદાલતી સમીક્ષા કરી ચૂકાદાઓ આપતા હોય છે ! ભારતની સંસદને આર્ટીકલ-૩૬૮ બંધારણમાં સુધારો કરવાની સત્તા આપે છે ! પરંતુ બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરવાની સત્તા આપતો નથી !!
મિનરવા મિલ્સ વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા, કેશવાનંદ ભારતી કે, ગોકલનાથ કેસ, મેનકા ગાંધી વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા સુપ્રિમ કોર્ટે આપેલો ચૂકાદો અગત્યનો છે ! ઝેવિયર્સ કોલેજ સોસાયટી વિરૂધ્ધ સ્ટેટ ઓફ ગુજરાતમાં સુપ્રિમ કોર્ટે આપેલો ચૂકાદો સેકયુલર રાજયનું સમર્થન કરે છે ! તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે બંધારણમાં બિનસાંપ્રદાયિક સમાજવાદ શબ્દને બંધારણમાં સામેલ સંસદે કર્યાે તો તે યોગ્ય છે એવું ઠરાવ્યું છે ! કારણ કે આ નિર્ણય દેશના બંધારણીય માળખા સાથે સુસંગત છે !
સુપ્રિમ કોર્ટે “રાઈટ ઓફ પ્રાઈવસી”ના અધિકારને બંધારણના મૂળભૂત અધિકારની યાદમાં સામેલ કરે છે ! આમ ભારતની સુપ્રિમ કોર્ટના બાંહોશ, નિડર, સ્વાતંત્ર્યપ્રિય ન્યાયાધીશોએ દેશનું ગૌરવ જાળવતા અનેક શકવર્તી ચૂકાદાઓ આપેલા છે તે અત્રે નોંધનીય છે !!
આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.