Western Times News

Gujarati News

રેલ્વે દ્વારા લોકો પાઇલટ્સની કાર્ય સ્થિતિઓ અને સેફ્ટીમા સુધાર માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલ્વે દ્વારા તેના કર્મચારીઓ ના કલ્યાણ અને સુવિધા ને વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે

ભારતીય રેલ્વે દ્વારા લોકો પાયલોટ ના કામ કરવાના માહોલ અને કલ્યાણ ને બેહતર બનાવવા માટે છેલ્લા એક દાયકામાં ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રેલ્વે મંત્રાલયે લોકો પાઇલટ્સની સેફ્ટી , આરામ અને કાર્ય-જીવન સંતુલનને પ્રાથમિકતા આપી છે. 2014 પહેલા, રનિંગ રૂમ અને લોકોમોટિવ કેબમાં એર કન્ડીશનીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ નહોતી, પરંતુ 2024 સુધીમાં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે.

આજે ભારતીય રેલ્વેના તમામ 558 રનિંગ રૂમ એર કન્ડીશનીંગ છે અને તે RO પાણી, યોગ અને ધ્યાન જગ્યાઓ, વાંચન રૂમ અને રિયાયતી ભોજન જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે. વધુમાં, 7075 લોકોમોટિવ કેબ એર કન્ડીશનીંગ, એર્ગોનોમિક સીટિંગ અને અન્ય સુવિધાઓથી સુસજ્જિત કરવામાં છે જે લાંબા સમય સુધી કામ કરતા કર્મચારીઓનો થાક ઘટાડે છે.

નોંધનીય છે કે હવે બધા નવા એન્જીનો માં માનક ન રૂપે શૌચાલયની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હવે 1170 એન્જીનોમાં શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે, જ્યારે જૂના એન્જીનો પણ જરૂરી અપગ્રેડ સાથે રિટ્રોફિટ કરવામાં આવી રહ્યા છે. વધુમાં, વ્યસ્ત રૂટ પર નવા રનિંગ રૂમ બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી સ્ટાફ માટે કામ કરવાનો સમય ઓછો થાય છે. આ પગલાંથી કામ કરવાની સ્થિતિમાં સુધારો થયો છે અને કર્મચારીઓને વધુ સારી આરામ અને સુવિધા મળી છે.

સેફ્ટી ના મામલા માં ભારતીય રેલ્વે એ લોકો પાઇલટ્સ ની સેફ્ટી સુનિશ્ચિત કરવા માટે ‘કવચ’ સિસ્ટમ, ધુમ્મસમાં સલામતી માટે ફોગ -સેફ્ટી ઉપકરણો અને ડ્રાઇવર એલર્ટ ઉપકરણો જેવી ઘણી અદ્યતન તકનીકો અપનાવી છે. 21,000 થી વધુ ફોગ સેફ્ટી ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે અને સિમ્યુલેટર-આધારિત તાલીમ સ્ટાફની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરી રહી છે. વધુમાં, ‘વિજિલન્સ કંટ્રોલ ડિવાઇસ’ના ઉપયોગથી લોકો પાઇલટ્સની સેફ્ટી અને કાર્યક્ષમતામાં વધુ સુધારો થયો છે. આ ટેકનોલોજીકલ પ્રગતિ ભારતીય રેલ્વેના એકંદર સલામતી ધોરણોને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કોવિડ-19 પછી, ભારતીય રેલ્વેએ બે પ્રમુખ કમ્પ્યુટર-આધારિત ભરતી પરીક્ષાઓ સફળતાપૂર્વક યોજી હતી જેમાં 2.37 કરોડથી વધુ ઉમેદવારોએ સામેલ થયા હતા . પરિણામ સ્વરૂપ, 51,856 સહાયક લોકો પાઇલોટ્સ/લોકો પાઇલોટ્સ સહિત 1.30 લાખથી વધુ ઉમેદવારોની નિમણૂક કરવામાં આવી.

ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા, સમયસર પરીક્ષાઓ અને ઝડપી પ્લેસમેન્ટ પ્રક્રિયાઓ સુનિશ્ચિત કરવા માટે 2024 થી શરૂ થતું વાર્ષિક ભરતી કેલેન્ડર લાગુ કરવામાં આવ્યું છે. આ પહેલ ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને અનુકૂળ બનાવે છે એટલું જ નહીં પરંતુ સમયસર નિમણૂકો પણ સુનિશ્ચિત કરે છે, જેનાથી ભારતીય રેલ્વેની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

લોકો પાઇલટ્સના કામના કલાકો રેગુલેટ કરવામાં આવ્યા છે, સરેરાશ ફરજ કલાકો 14 દિવસમાં 52 કલાક થી વધુ નહીં હોય. વધુમાં, માલવાહક, ઉપનગરીય અને પેસેન્જર ટ્રેનો માટે જરૂરી ઓનબોર્ડ અને સ્ટેશન સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં પૂરતો આરામ સમય અને મૂળભૂત સુવિધાઓનો સમાવેશ થાય છે.

ભારતીય રેલ્વે કર્મચારીઓના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, કાઉન્સેલિંગ સત્રો અને પરિવારલક્ષી કાર્યક્રમો દ્વારા મનોબળ વધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પહેલો દ્વારા, ભારતીય રેલ્વે તેના કર્મચારીઓના કલ્યાણ અને સલામતી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે.

આ દિશામાં આગળ વધીને, પશ્ચિમ રેલ્વે દ્વારા તેના રનિંગ સ્ટાફના કલ્યાણ અને આરામ ને વધારવા માટે પણ પગલાં લેવામાં આવ્યા છે. સમગ્ર ઝોનમાં અમારા બધા રનિંગ રૂમ સંપૂર્ણપણે એર કન્ડિશન્ડ છે. FSSAI પ્રમાણપત્ર સાથે સબસિડીવાળી કેન્ટીન સુવિધાઓ, યોગ અને ધ્યાન રૂમ, વાંચન રૂમ, ફૂડ માલિશ કરનારા, સ્વચ્છ શૌચાલય, વેકઅપ કોલ સુવિધાઓ, શૂ પોલિશ વગેરે સુવિધાઓ પણ રનિંગ રૂમ સુવિધાઓનો ભાગ છે.

રનિંગ રૂમમાં શાકાહારી અને માંસાહારી ભોજન માટે અલગ-અલગ રસોઈ ઘર , ડાઇનિંગ હોલ, એક ધ્યાન ખંડ અને મનોરંજન પ્રવૃત્તિઓ માટે એક પુસ્તકાલય છે. મહિલા કર્મચારીઓની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે, પસંદગીના રનિંગ રૂમમાં સમર્પિત રૂમ અને શૌચાલયની સુવિધાઓ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. કર્મચારીઓ ની સેફ્ટી માટે સતત દેખરેખ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે રનિંગ રૂમ સીસીટીવી કેમેરાથી સજ્જ છે.

બાંદ્રા ટર્મિનસ રનિંગ રૂમ જેવી સુવિધાઓ ને તેમના ઉત્તમ સંચાલન માટે અનેક પુરસ્કારો મળ્યા છે. આ પશ્ચિમ રેલ્વેની કર્મચારીઓ ની સુવિધા અનેસુરક્ષા ના ઉચ્ચ ધોરણો ને જાળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ સુનિશ્ચિત કરે છે કે વિવિધ સ્થળોએ કર્મચારીઓ ને આધુનિક અને આરામદાયક સુવિધાઓ પ્રાપ્ત થાય , જેનાથી એમના કાર્ય-જીવન માં સંતુલન અને કુશળતા જળવાઈ રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.