ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા રક્તદાન અને અંગદાન જાગૃતિ ફેલાવવા “જીવન ઉત્સવ”નું આયોજન

Ahmedabad, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ દ્વારા સૌ પ્રથમ રક્તદાન અને અંગદાન જાગૃતિ લોકોમાં ફેલાવવા માટે લાઈટ એન્ડ સાઉન્ડ શો કે જેને “જીવન ઉત્સવ” તરીકે ઓળખવામાં આવશે. તેનુ લોકાર્પણ આઈસીસી ના ચેરમેન શ્રી જય અમિતભાઈ શાહ ના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે તેમના પરિવારજનો એ હાજરી આપી હતી. આ જીવન ઉત્સવ ગૃહ પ્રધાન શ્રી અમિતભાઈ શાહ ના પિતાશ્રી અનિલચંદ્ર ગોકલદાસ શાહ ના નામ સાથે જોડવામાં આવશે.અમિતભાઈ અને સ્નેહીજનો મિત્રો ને મળેલા ડોનેશન માં થી કરવામાં આવ્યો હતો.
શ્રી જયભાઈ એ કહ્યું હતું કે એકમાત્ર આશય લોકો માં જાગૃતિ લાવવાનો છે ધણા ખેલાડીઓ ને પણ તેમણે આ જાગૃતિ લાવવા પ્રેરણા આપી છે.તેમણે કહ્યું હતું કે ઉનાળામાં સૌથી વધુ રક્તદાન ની જરૂર પડે છે
તો લોકો ને રક્તદાન પ્રોત્સાહન આપવા વધુ ને વધુ પ્રયત્ન કરજો આ પ્રસંગે પ્રમુખ રેડ ક્રોસ સોસાયટી શ્રી અજયભાઈ પટેલ અને ૧૫૦ વખત રકતદાતા શ્રી મુકેશભાઈ પટેલ હાજરી આપી લોકો માં રક્તદાન અને અંગદાન નું મહત્વ જણાવ્યું હતું