ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Sensex-1024x683.jpg)
મુંબઇ, વૈશ્વિક બજારમાંથી મળેલા સારા સંકેતોના પગલે આજે ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યા. આજે સવારે ૯.૧૬ વાગે બજાર ખુલતા જ સેન્સેક્સ ૪૬.૯૪ પોઈન્ટના વધારા સાથે ૫૮૪૩૪.૮૭ ના સ્તરે ખુલ્યો જ્યારે નિફ્ટી ૧૪.૯૦ પોઈન્ટના વધારા સાથે ૧૭૪૧૨.૪૦ ના સ્તરે ખુલ્યો.
નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં એમએન્ડએમ, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી, હિન્દાલકોના શેર જ્યારે સેન્સેક્સમાં હાલ ટોપ ગેઈનર્સમાં સ્શ્સ્, બજાજ ફિનસર્વ, ઈન્ડસઈન્ડ બેંક, એનટીપીસી અને રિલાયન્સના શેર જાેવા મળી રહ્યા છે.
ટોપ લૂઝર્સ શેરોમાં નિફ્ટીમાં બીપીસીએલ, એસબીઆઈ, સિપ્લા, ઈન્ફોસેસ, આઈસીઆઈસીઆઈના શેર જાેવા મળી રહ્યા છે જ્યારે સેન્સેક્સમાં એસબીઆઈ, ઈન્ફોસેસ, ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈના શેર જાેવા મળી રહ્યા છે.HS1MS