એશિયા કપ માટે ભારતીય ટીમ જાહેર, કોહલી-રાહુલની વાપસી
નવીદિલ્હી, એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમની જાહેરાત કરી દીધી છે. એશિયા કપ ૨૭ ઓગસ્ટે શરૂ થશે અને ૧૧ સપ્ટેમ્બરે ફાઇનલ રમાશે. બીસીસીઆઈએ જાહેર કરેલી ટીમમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલની વાપસી થઈ છે. તો જસપ્રીત બુમરાહ ઈજાને કારણે ટીમમાં નથી. ભારત ૨૮ ઓગસ્ટે પાકિસ્તાન સામે રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે.
એશિયા કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, રિષભ પંત, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, આવેશ ખાન.
સ્ટેન્ડ બાય પ્લેયરઃ અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, દીપક ચાહર.
બીસીસીઆઈએ જાહેર કરેલી ટીમ પ્રમાણે ચાર સ્પીનરોને ટીમમાં તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, અશ્વિન, ચહલ અને રવિ બિશ્નોઈ સામેલ છે. તો કુલદીપ યાદવને ટીમમાં સામેલ કરાયો નથી.
ફાસ્ટ બોલરમાં ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન અને અર્શદીપ સિંહને સામેલ કરાયા છે. મોહમ્મદ શમીને ટીમમાં જગ્યા મળી નથી. ટીમમાં સૌથી ચોંકાવનારી વાત છે કે શ્રેયસ અય્યરને તક આપવામાં આવી નથી. જ્યારે બીજા વિકેટકીપર તરીકે ટીમમાં દિનેશ કાર્તિક સામેલ છે. ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને પણ તક મળી છે. સંજૂ સેમસનને પણ નજરઅંદાજ કરાયો છે.HS1MS