ચેમ્પિયન્સ ટ્રોફી રમવા ભારતીય ટીમ પાકિસ્તાન જશે કે નહિં જાણો છો?
(એજન્સી)નવી દિલ્હી, ભારતીય કંટ્રોલ ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટું અપડેટ આપ્યું છે. BCCI સ્પષ્ટ કર્યું છે કે, ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં રમવા માંટે પાકિસ્તાન નહીં જાય.
તેમનું કહેવું છે કે, ટીમ તેની મેચ ન્યૂટ્રલ વેન્યુ પર રમશે. મહત્ત્વપૂર્ણ છે કે, ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષની શરૂઆતમાં થવાનું છે અને ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર પાકિસ્તાન પાસે છે. એવા અહેવાલો પણ બહાર આવી રહ્યા છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે સંમતિ દર્શાવી છે. અહેવાલો અનુસાર, ટીમ ઈન્ડિયા તેની તમામ ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમી શકે છે.
અગાઉ એશિયા કપનું પણ હાઇબ્રિડ મોડલમાં આયોજન કરવામાં આવ્યું હતુ.ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભાગ લેવા માટે પાકિસ્તાન નહીં જાય. અહેવાલ મુજબ, BCCI સ્પષ્ટ શબ્દોમાં આ વાત કહી છે. આ જ કારણ છે કે હવે ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.