Western Times News

Gujarati News

ભારતીય જળસીમાની અંદર પાકિસ્તાનની દખલગીરી વધી: ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ

પાકિસ્તાન મરીને ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ-કોસ્ટ ગાર્ડે તમામ માછીમારોને બચાવ્યા

(એજન્સી)ભૂજ, ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યો. રવિવારે મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેના કારણે માછીમારોની બોટ ડૂબી ગઈ હતી. જોકે, સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, પરંતુ માછીમારની બોટ દરિયામાં ડૂબી ગઈ હતી. સમગ્ર ઘટનામાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોનો બચાવ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ રવિવારે અરબી સમુદ્રમાં  ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાવામાં આવ્યું હતું. જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ કર્યો હતો.

જોકે, સમગ્ર ફાયરિંગની ઘટનામાં માછીમારોની બોટમાં નુકસાન થતાં તે પાણીમાં ડૂબી ગઈ હતી. નોંધનીય છે કે, સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાનિ નોંધાઈ નથી. બપોર બાદ કોસ્ટગાર્ડની ટીમ માછીમારોને ઓખા બંદરે લઈને આવશે તેવું જાણવા મળી રહ્યું છે. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના દરિયા નજીક ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં ઓખાની બોટ ડૂબી ગઇ હતી. ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને બચાવી લીધા હતા. પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના દરિયા કિનારા નજીક ફિશિંગ કરી રહેલી બોટ પર મોડી રાત્રે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

આ ઘટનામાં ઓખાની માછીમારી કરતી બોટ ડુબી ગઇ હતી. આ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ રવિવારે અરબી સમુદ્રમાં નજીક ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

જોકે, પાકિસ્તાન તરફથી ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોનો આબાદ બચાવ થયો હતો. ભારતીય જળ સીમા નજીક પાક મરીન દ્વારા ફાયરિંગની ઘટના બનતા ગુજરાતના માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જળસીમાની અંદર પાકિસ્તાનની દખલગીરી વધી હોય તેમ અવર-નવર જળસીમાની અંદર પ્રવેશી ભારતીય માછીમારીનું અપહરણ કરવાની ઘટના સામે આવે છે. બીજી તરફ પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે નશીલા દ્રવ્યો મોકલવામાં આવતો હોવાનું પણ સામે આવ્યંંછે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.