Western Times News

Gujarati News

ભારતીય મહિલાએ ઈસ્લામ અપનાવવા અને નિકાહ પર કર્યો ધડાકો

ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં પોતાના ફેસબુકવાળા પ્રેમ નસરુલ્લાહને મળવા માટે ગયેલી ભારતની અંજુએ કથિત રીતે ઈસ્લામ અપનાવી લીધો છે અને નિકાહ કરી લીધા છે. પોલીસે આ મુદ્દે સંકળાયેલી એક એફિડેવિટ પણ જારી કરી છે. તો અંજુનું કહેવું છે કે, તેણે આવું કંઈ કર્યુ નથી. અંજુએ નસરુલ્લાહ સાથે બેસીને એક વીડિયો બનાવ્યો છે. Indian woman convert to Islam and get married

જેમાં તે કહી રહી છે કે, તે પાકિસ્તાન આવી છે એ વાતનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. બંનેના નિવેદનો પણ એકબીજાથી વિરુદ્ધ છે. એનાથી એક વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ એક ખોટુ બોલી રહ્યું છે. પાકિસ્તાન પહોંચેલી અંજુ વારંવાર ખોટુ બોલી રહી હોય એવી પણ શક્યતા છે. કે પછી પાકિસ્તાનની પોલીસ જ ફેક દસ્તાવેજ બતાવી રહી છે.

રિપોર્ટ્‌સ મુજબ, પાકિસ્તાનમાં અંજુએ પોતાનો ધર્મ પરિવર્તન કરી લીધો છે અને ઈસ્લામ અપનાવી લીધો છે. અહીં તેનું નામ ફાતિમા રાખવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે, અંજુ મંગળવારના રોજ કાળો બુરખો પહેરીને જિલ્લાની કોર્ટમાં પહોંચી હતી. અહીં તેણે એફિડેવિટ આપતા નસરુલ્લાહ સાથે લગ્નની વાત કરી છે.

અંજુ જ્યારે પાકિસ્તાન પહોંચી એ પછી નસરુલ્લાહએ સ્થાનિક તંત્રને એક એફિડેવિટ આપ્યું હતું કે, તેમની કહાનીમાં પ્રેમનો કોઈ એન્ગલ નતી. જાે પોલીસના નિવેદનના માની લેવામાં આવે તો બંનેએ લગ્ન કરી લીધા છે અને તંત્રએ પહેલાં જ નસરુલ્લાહ પાસેથી આ પ્રકારની એફિડેવિટ લેવાનું નાટક કેમ કર્યું. તો બીજી તરફ, નસરુલ્લાહ અને અંજુના નિકાહની વાતને કેમ માની રહ્યાં નથી.

નસરુલ્લાહે નિકાહની વાત સામે આવ્યા બાદ કહ્યું કે, તેના નિકાહ થયા નથી. તે માત્ર સિક્યુરીટી મામલે કોર્ટમાં ગયો હતો. રાજસ્થાનની ૩૬ વર્ષીય અંજુ પોતાના પતિ અને બે બાળકોને છોડીને પાકિસ્તાન ગઈ છે. અંજુ વારંવાર પોતાના નિવેદનો પણ બદલી રહી છે. એક ઈન્ટરવ્યૂમાં અંજુએ કહ્યું હતું કે, તે બધુ જ સમજશે અને વિચારશે પછી જ નસરુલ્લાહ સાથે નિકાહ કરશે.

જ્યારે બંનેના નિકાહની વાત સામે આવી તો અંજુએ જ એક વીડિયો જારી કરીને કહ્યું કે, આવું કંઈ નતી. તે માત્ર અહીં ફરવા માટે આવી છે કારણ કે તે તેના મિત્રને મળવા માટે આવી છે. એટલા માટે આને કોઈ મુદ્દો બનાવવામાં ન આવે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.