Western Times News

Gujarati News

અમેરિકામાં ભણતાં વિદેશી વિદ્યાર્થીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ: રિપોર્ટ

નવી દિલ્હી, ભારતના મોટાભાગના વિદ્યાર્થીઓ વિદેશની ટોચની કોલેજોમાં અભ્યાસ કરીને સફળતા હાંસલ કરવાનું સ્વપ્ન જુએ છે. જેમાં પ્રથમ પસંદગી અમેરિકા હોય છે.

દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા જાય છે. એમઆઈટી હાર્વર્ડ, પ્રિન્સટન, યેલ જેવી વિશ્વની ઘણી શ્રેષ્ઠ યુનિવર્સિટીઓ અમેરિકામાં છે, જ્યાં પ્રીમિયમ એજ્યુકેશન આપવામાં આવે છે. આવી સ્થિતિમાં સોમવારે ઓપન ડોર્સ દ્વારા અમેરિકામાં અભ્યાસ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો ડેટા જાહેર કરાયો હતો.

જેમાં ભારત પ્રથમ સ્થાને છે. રિપોર્ટ અનુસાર ૩.૩૦ લાખથી વધુ ભારતીયો યુએસમાં અભ્યાસ કરી રહ્યા છે. ભારત ૨૦૦૯ પછી ૧૫ વર્ષ બાદ અમેરિકામાં ભણતા સૌથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ મામલે ટોપ પર પહોંચ્યું છે.

રિપોર્ટ અનુસાર શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં યુએસ અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ‘ઓલ ટાઈમ હાઈ’ ૩,૩૧,૬૦૨ નોંધાઈ છે, જે ૨૦૨૨-૨૩માં ૨,૬૮,૯૨૩ની સરખામણીએ ૨૩ ટકાનો વધારો દર્શાવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩માં યુએસમાં ભણતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મામલે ચીન પહેલા નંબરે હતું. સામાન્ય રીતે યુએસમાં શૈક્ષણિક વર્ષ સપ્ટેમ્બરમાં શરૂ થાય છે અને મે સુધી ચાલે છે.

રિપોર્ટ અનુસાર ભારત બીજા વર્ષ માટે USAમાં ઈન્ટરનેશનલ ગ્રેજ્યુએટ (માસ્ટર્સ અને પીએચડી લેવલ) વિદ્યાર્થીઓને મોકલવા મામલે ટોપ પર રહ્યું. ભારતીય ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા ૧૯ ટકા વધીને ૧,૯૬,૫૬૭ પર પહોંચી છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતમાંથી અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓની સંખ્યા પણ ૧૩ ટકા વધીને ૩૬,૦૫૩ થઈ છે જ્યારે નોન-ડિગ્રી વિદ્યાર્થીઓની સંખ્યા ૨૮ ટકા ઘટીને ૧,૪૨૬ પર પહોંચી છે.

ઓપન ડોર્સ રિપોર્ટ પર યુએસ એમ્બેસીએ શેર કરેલી નોંધ અનુસાર ભારત હવે યુનાઇટેડ સ્ટેટ્‌સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ મોકલનારો અગ્રણી દેશ છે, જે કુલ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની વસ્તીના ૨૯ ટકા હિસ્સો ધરાવે છે. ઓપન ડોર્સ રિપોર્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.