શ્રીલંકા જવા માટે ભારતીયોને હવે વિઝાની જરૂર નહીં પડે

(એજન્સી)શ્રીલંકા, શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુનઃર્નિમાણના પ્રયત્નોના ભાગ રૂપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક અને રાજનૈતિક સંકટોના કારણે ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો છે.
પર્યટકોને મોટી સંખ્યામાં પોતાના દેશમાં આવવાનું પ્રોત્સાહન આપવા માટે શ્રીલંકાએ પોતાની વીઝા પોલિસીને રિન્યૂ કરી છે. ભારત અને છ અન્ય સિલેક્ટેડ દેશોના નાગરિકોને વીઝા ફ્રી એક્સેસને રિન્યૂ કર્યું છે.
તેનો ઉદ્ધેશ્ય ઈન્ટરનેશનલ પર્યટકો માટે યાત્રાને વધારે સુલભ અને સુવિધાજનક બનાવવાનું છે. આ પહેલમાં ભારત, ચીન, રશિયા, જાપાન, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયા શામેલ છએ.
આ દેશોના નાગરીકોને શ્રીલંકામાં ૩૦ દિવસના વિઝા ફ્રી એક્સેસ મળશે. શ્રીલંકાની સરકારનો નિર્ણય પર્યટન ઉદ્યોગના પુનઃર્નિમાણના પ્રયત્નોના ભાગ રૂપે આવ્યો છે. જેને કોરોના મહામારી અને દેશમાં ચાલી રહેલા આર્થિક અને રાજનૈતિક સંકટોના કારણે ગંભીર પડકારનો સામનો કરવો પડ્યો છે. પાયલેટ પ્રોજેક્ટના રૂપમાં વીઝા ફ્રી એક્સેસ યોજના પર્યટકોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી.