હાલ ભારતની સૌથી મોટી સમસ્યા કેનેડામાં છેઃ વિદેશ મંત્રી
(એજન્સી)ભુવનેશ્વર, ભારત વિરોધી-ખાલીસ્તાનની આતંકીઓને પોતાના દેશમાં લાલ જાજમ બિછાવી આવકારવા બદલ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કેનેડાની જસ્ટીન ટુડો સરકારની આકરા શબ્દોમાં નિદા કરી હતી.
હાલમાં ભારતની સૌથી મોટી સમસ્યા કેનેડામાં સત્તાધારી પક્ષ અને અન્ય પક્ષોએ અભિવ્યકિતની સ્વતંત્રતાના નામે તમામ પ્રકારના કટ્ઠરવાદ અલગતાવાદ, અને હિંસાને પ્રસારને વાજબી ઠેરવવાનું કામ કર્યું છે. આપણે જયાયરે પણ તેમને કંઈક રજુઆત કરીએ ત્યારે હંમેશા તેમનો એક જ જવાબ હોય છે કે, અમે એક લોકશાહી રાષ્ટ્ર છીએ અને અમે વાણીની સ્વતંત્રતામાં વિશ્વાસ ધરાવીએ છીએ.
ભારત સરકારની ચેતવણીને અવગણીને ટુડો સરકાર દ્વારા પોતાના રાજકીયય લાભ માટે ખાલીસ્તાન તરફી તત્વોને વિઝા જારી કરવાની નીતીની પણ તેમણે ઝાટકણી કાઢી હતી. પોતાના પુસ્તક ‘વ્હાય ભારત મેટર્સ’ પર યોજાયેલા એક સંવાદમાં જયશંકરે જણાવ્યું હતું કે કેનેડમાં રહેતાં પાકિસ્તાન તરફી વલણ ધરાવતા કેટલાંક લોકોએ પોતાને રાજકીય રીતે સંગઠીત બનાવી દીધાં છે.
અને હવે તેઓ વગદાર રાજકીય લોબી બની ચુકયા છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં જે કેનેડામાં ખાલીસ્તાની આતંકી હરદીપ સિંહ નિજજરની હત્યાનો કેસમાં કેનેડામાં એડમેન્ટન શહેરમાંથી ત્રણ પંજાબીઓની ધરપકડ કરી હતી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટી ટ›ુડો દ્વારા કરાયેલી ભારતની ટીકાનો જવાબ આપતા જયશંકરે જણાવયું હુતં કે, કેનેડાના અપવાદને બાદ કતાં અગાઉની તુલનાએ વૈશ્વીક સ્તરે ભારતની છબી ઘણી પ્રતીષ્ઠીત અને મજબુત છે. ટુડોનો દેશ એવું માને છે. કે, તેઓ પોતાના દેશમાં ગુનેગારોને આવકારો અને તેની કોઈ પ્રતીક્રિયા નહી આપપે. જોકે તેમણે એ સમજવાની જરૂર છે કે હવે દુનિયા બદલાઈ ચુકી છે.
અને હવે તે વન-વે સ્ટ્રીટ રહી નથી. ન્યુટનનો રાજકારણનો નિયમ ત્યાં પણ લાગુ થશે. જો ત્યાં કંઈક થશે તો તેની પ્રતીક્રિયા આવશે.