ભારતની સૌથી મોટી STEM ક્વિઝ: 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકીના 1000 વિદ્યાર્થીઓ સાયન્સ સીટી ખાતે આ ક્વીઝની ફાઇનલ ક્વીઝ લાઇવ રમશે
ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0-“નવી પેઢીની નવી સફર”-ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ STEM QUIZ 2.0 ની ફાઇનલમાં અમદાવાદ ખાતે ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા આયોજીત ભારતની સૌથી મોટીગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0:ની આવતીકાલે તા. 30મી મે, 2023ના રોજ સાયન્સ સીટી ખાતે યોજાનાર ફાઇનલમાં રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. India’s Biggest STEM Quiz in Ahmedabad Gujarat
મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આ ક્વીઝની ફાઇનલ પ્રત્યક્ષ રીતે નિહાળીને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ પણ એનાયત કરશે. દેશભરમાંથી નોંધાયેલ 5.45 લાખ વિદ્યાર્થીઓ પૈકીના 1000 વિદ્યાર્થીઓ આવતીકાલે સાયન્સ સીટી ખાતે આ ક્વીઝ લાઇવ રમશે. જેમાં મંત્રીશ્રી આ લાઇવ ક્વીઝમાં સહભાગી બનીને ક્વીઝના અંતે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરશે.
અત્રે નોંધનીય છે કે, ઓક્ટોબર 2022 માં શરૂ થયેલ ગુજરાત સ્ટેમ ક્વિઝ 2.0: નવી પેઢીની નવી સફરની રજીસ્ટ્રેશન પ્રક્રિયામા અત્યારસુધીમાં 5,45,764 લાખ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ.
જેમાં તાલુકા સ્તરે, જિલ્લા સ્તરે રાજ્ય સ્તરની રમતના આયોજન બાદ આવતીકાલે રાષ્ટ્રીય સ્તરની ફાઇનલ ક્વીઝ અમદાવાદ ખાતે રમાશે. ભાગ લેનારા 1000 વિદ્યાર્થીઓમાંથી 850 જેટલા ગુજરાતના અને 150 જેટલા વિદ્યાર્થીઓ અન્ય રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના છે.
વિજેતા વિદ્યાર્થીઓને મળનાર કુલ 2 કરોડ થી વધુની રકમના ઇનામોમાં લેપટોપ, ટેબ્લેટ, ડ્રોન કીટ, માઇક્રોસ્કોપ જેવા ઉપયોગી ઉપકરણોનો સમાવેશ થાય છે.
વધુમાં વિદ્યાર્થીઓને બૂટ કેમ્પ તથા દેશની અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓ જેવી કે ઈન્ડીયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન(ISRO), ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC), ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO), નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) અને ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત કરાવવામાં આવશે જે વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને નવી દિશા આપશે.