ભારતની બોર્ડર પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રખાશે
(એજન્સી)નવી દિલ્હી, દેશની ઇન્ટરનેશનલ બોર્ડર પર હવે એન્ટી ડ્રોન સિસ્ટમથી નજર રાખવામાં આવશે. જેની જાણકારી ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે આપી હતી. તેમને એમ પણ જણવ્યું હતું કે સરકાર બોર્ડર પર સિક્યુરિટી મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેને ધ્યાનમાં લઈને બોર્ડર પર એન્ટી ડ્રોન સીસ્ટમ તૈનાત કરવામાં આવશે.
રેડિયો ફ્રિકવન્સીની મદદથી દુશ્મનોને શોધીને તેને મારવા માટે એન્ટી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. હાલમાં જ યોજાયેલી જી૨૦ સંમેલનમાં હાઈ પ્રોફાઇલ મહેમાનોની સુરક્ષા માટે પણ આ એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હવે બોર્ડર પર આ સિસ્ટમનો ઉપયોગ કરવાની ગૃહ મંત્રીના એલાનના કારણે હાલ આ ડ્રોન ખુબ ચર્ચામાં છે.
આ એન્ટીડ્રોન સિસ્ટમ અને બોર્ડર પર કઈ સિસ્ટમ થશે તૈનાત? આ એક ટેકનોલોજી છે, જેનો ઉપયોગ માનવરહિત એરિયલ ડિવાઈસને જામ કરવા માટે થાય છે. ડ્રોનની અલગ અલગ ક્ષમતા હોય છે, જે પ્રમાણે તે કામ કરે છે. આ ટેકનોલોજી રેડિયો ફ્રિકવન્સીની મદદથી દુશ્મન ડ્રોનને ઓળખી શકે છે.
દુશ્મન દેશની હરકતોની જાણકારી એકઠી કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ખુબ ઝડપથી વધી રહ્યો છે. ભારત પાસે ડ્રોન ડીટેક્ત, ડીટર એન્ડ ડિસ્ટ્રોય સિસ્ટમ એટલે કે ડી૪ ડ્રોન છે. આ પ્રથમ સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમ છે. જેને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા ત્રણ વર્ષમાં વિકસાવવામાં આવ્યું હતું.
DRDO અનુસાર, ડી૪ ડ્રોન હવામાં ૩ કિમીના રેડીયસમાં દુશ્મનને શોધીને ૩૬૦ ડિગ્રી કવરેજ આપે છે. દુશ્મનને શોધી કાઢ્યા પછી, તે બે રીતે એટલે કે હાર્ડ કીલ અને સોફ્ટ કીલ રીતે કામ કરે છે.